Only Gujarat

Bollywood

પ્લાસ્ટિક સર્જરીએ બગાડ્યો આ એક્ટ્રેસનો ચહેરો, સલમાન ખાન સાથે કરી ચૂકી છે કામ

મુંબઇઃ બોલિવૂડમાં ફિલ્મ કરવી તમામ એક્ટ્રેસનું સ્વપ્ન હોય છે પરંતુ ફિલ્મ મળ્યા બાદ પોતાના સ્ટારડમને ટકાવી રાખવું તમામ એક્ટ્રેસના હાથની વાત નથી. આજે આપણે એક એવી જ એક્ટ્રેસની વાત કરીશું જેણે સલમાન ખાન સાથે કામ કર્યું છે પરંતુ પોતાની સ્ટારડમ જાળવી રાખવામાં નિષ્ફળ નીવડી છે. અમે વાત કરી રહ્યા છીએ આયશા ટાકિયાની. આયેશા ટાકિયાએ રવિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં આયેશાને ઓળખવી પણ મુશ્કેલ થઈ રહી હતી. આયેશાનો ચહેરો પહેલાં કરતાં એકદમ અલગ દેખાય છે. તેના હોઠની સાઈઝ પણ વધી ગઈ છે. આયેશાના લૂકને લઈને ફ્રેન્સ અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે.

આયશા ટાકિયાએ સલમાન ખાન સાથે ફિલ્મ વોન્ટેડમાં કામ કર્યું હતું. આયશા અને સલમાન ખાનની  જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી પરંતુ ત્યારબાદ તે કોઇ મોટી ફિલ્મમાં જોવા મળી નથી.

આ તસવીર આયશા ટાકિયાની છે. રિપોર્ટ અનુસાર, આયશા ટાકિયાએ પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી જેના રિએક્શન બાદ તેનો ચહેરો આવો થઇ ગયો હતો.

ફિલ્મથી દૂર આયશા ટાકિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. પરંતુ તેના ફેન્સ પણ તેને અનેકવાર ઓળખી શકતા નથી.

વર્ષ 2009માં સલમાન ખાન સાથે ફિલ્મ કર્યા બાદ આયશાએ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના દીકરા ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા હતા.

હવે આયશા પોતાના અંગત જીવનમાં વ્યસ્ત છે. આયશા ફિલ્મ ઇન્ડસ્ટ્રઝથી દૂર થઇ ગઇ છે પરંતુ તે પોતાના પરિવારની જવાબદારી નિભાવી રહી છે.

 

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page