Only Gujarat

Bollywood FEATURED

આ ‘પ્લસ સાઇઝ’ એક્ટ્રેસિસે બદલી ‘ઝીરો ફિગર’ની પરિભાષા, જુઓ તસવીરો

મુંબઇઃ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ હોય કે ટીવી ઇન્ડસ્ટ્રીઝ તમામ સ્થળે ઝીરો ફિગરની માંગ છે. મોડલ્સ અને એક્ટ્રેસિસ જેટલી પણ હોય છે તમામ દેખાવમાં ઝીરો ફિગરવાળી હોય છે. બોલિવૂડમાં ઝીરો ફિગરને સુંદરતા માનવામાં આવે છે. પરંતુ ઇન્ડસ્ટ્રિઝની કેટલીક મોડલ્સ અને એક્ટ્રેસ એવી છે કે જેમણે ઇન્ડસ્ટ્રીઝના આ ભ્રમને તોડ્યો છે. એટલું જ નહી પ્લસ સાઇઝ સાથે તેઓ ટીવી ઇન્ડસ્ટ્રીઝ પર રાજ કરી રહી છે. અહી પ્લસ સાઇઝ અભિનેત્રીઓની માહિતી આપવામાં આવી છે.

ટીવી જગતમાં અનેક એક્ટ્રેસિસે ઝીરો ફિગરના ભ્રમને તોડ્યો છે. જેમાં એક એક્ટ્રેસનું નામ ડેલનાઝ ઇરાની છે.  ડેલનાઝે ટીવીની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝમાં પોતાનું યોગદાન આપ્યું છે. ડેલનાઝે સલમાન, શાહરૂખ ખાન, સૈફ જેવા સિતારાઓ સાથે કામ કર્યું છે.

ભારતી સિંહ ટીવી જગતમાં ખૂબ જાણીતું નામ છે. ઇન્ડસ્ટ્રિઝમાં સ્ટેન્ડઅપ કોમેડીની જ્યારે વાત આવે છે ત્યારે તો ભારતી સિંહનું નામ સૌ પ્રથમ લેવું પડે. ભારતી પોતાના વધતા વજનની ખૂબ મજાક ઉડાવીને લોકોને હસાવે છે. ભારતી સિંહે ઝીરો ફિગરના ભ્રમને તોડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

અંજલિ આનંદ ટેલિવિઝનની સુંદર એક્ટ્રેસિસમાંની એક છે.અંજલીના સ્ટાર પ્લસની સીરિયલ ઢાઇ કિલો પ્રેમથી ટીવી જગતમાં એન્ટ્રી મારી હતી. તેણે ઓછા સમયમાં પોતાનું નામ બનાવ્યું છે. હાલના દિવસોમાં અંજલિ સ્ટાર પ્લસની સીરિયલ કુલ્ફી કુમાર બાજેવાલામાં જોવા મળી રહી છે.

રિતાશા રાઠોડ પણ પ્લસ સાઇઝ એક્ટ્રેસ  છે. તેણે ટીવી શો બઢો બહૂમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ સીરિયલમાં કોમલની ભૂમિકા નિભાવી રિતાશાએ ખૂબ મોટું નામ કર્યું છે. રિતાશા પ્લસ સાઇઝ હોવા છતાં સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

સ્ટાર વનની સીરિયલ પ્યાર કી યે એક કહાનીમાં પંછીની ભૂમિકા નિભાવી ચર્ચામાં આવેલી વાહબિઝ દોરાબજી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તેણે પોતાના વધેલા વજનથી ઓળખ બનાવી છે પરંતુ હાલના દિવસોમાં તે પોતાનું વજન ઓછું કરવામાં ખૂબ મહેનત કરી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page