Only Gujarat

Bollywood

Real lifeમાં ‘વિલન’ નહીં પણ હીરો બન્યો આ એક્ટર, જાણવા માગો છે તે બધું જ, કરો એક ક્લિક

મુંબઈઃ ‘દબંગ’ ફિલ્મમાં સલમાન ખાનના પરસેવા છોડાવનાર છેદી સિંહ એટલે કે, સોનુ સૂદે બોલિવૂડમાં ભલે મોટાભાગે વિલનના જ રોલ કર્યા હોય, પરંતુ રિયલ લાઇફમાં તેનો સ્વભાવ ખૂબજ સારો છે. છેલ્લા ઘણા દિવસોથી બોલિવૂડ એક્ટર સોનુ સૂદ લોકડાઉનના કારણે ફસાયેલ મજૂરોને તેનાથી શક્ય એટલી બધી જ મદદ કરી રહ્યો છે. સોનુ મજૂરો માટે ખાવા-પીવાની વસ્તુઓની વ્યવસ્થા કરે છે. એટલે ચારેય તરફ તેની ચર્ચા ચાલી રહી છે. સોનુ સૂદ મજૂરોને તેમના વતન પરત મોકલી રહ્યો છે.


એક્ટર તરીકે સોનુ ખૂબ જ ફેમસ છે પરંતુ તેની ફેમિલી લાઇમલાઇટથી દૂર જ રહે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ સોનુની ફેમિલી વિશે. પંજાબમાં જન્મેલ સોનુ માત્ર હિંદી જ નહીં, તેલુગૂ, કન્નડ અને તમિળ ફિલ્મોમાં પણ એક્ટિંગ કરે છે. સાઉથથી લઈને બોલિવૂડ સુધી ફેમસ સોનુ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે.


સોનુ સૂદની પત્નીનું નામ સોનાલી છે. સોનુ અને સોનાલીએ વર્ષ 1996માં લગ્ન કર્યાં. તેમને બે દીકરાઓ પણ છે. સોનાલીનો બોલિવૂડ સાથે દૂર-દૂર સુધી કોઇ સંબંધ નથી. કદાચ આ જ કારણે તેને લાઇમલાઇટથી દૂર રહેવું ગમે છે. સોનુ ફેમિલી મેન છે અને તે વારંવાર બાળકો સાથે હોલિડે પર પણ જાય છે.


ઉલ્લેખનીય છે કે, સોનુ અને સોનાલીની મુલાકાત તેઓ એન્જીનિયરિંગનું ભણી રહ્યાં હતાં ત્યારે થઈ હતી. સોનુ પંજાબી છે તો સોનાલી સાઉથ ઇન્ડીયન છે. સોનાલી વિશે વાત કરતાં સોનુએ કહ્યું કે, તે મારા જીવનમાં આવનાર પહેલી છોકરી છે. સોનુને શરૂઆતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો.


આ મુશ્કેલ સમયમાં સોનાલીએ તેને બહુ સાથ આપ્યો. લગ્ન બાદ બંને મુંબઈ શિફ્ટ થઈ ગયાં. એક ઈન્ટરવ્યૂમાં સોનુએ તેની પત્નીનાં વખાણ કરતાં કહ્યું હતું, ‘સોનાલી હંમેશાં સપોર્ટિવ રહી છે. પહેલાં તે નહોતી ઇચ્છતી કે હું એક્ટર બનું પરંતુ અત્યારે તેને મારા પર ગર્વ છે.’


સોનુએ તેના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1999 માં તમિલ ફિલ્મ ‘કલ્લાજહગર’ થી કરી હતી. હા જોકે તેને ઓળખ ‘યુવા’ ફિલ્મથી મળી. ત્યારબાદ ‘એક વિવાહ… ઐસા ભી’, ‘જોધા અકબર’, ‘શૂટઆઉટ એટ વડાલા’, ‘દબંગ’, ‘સિંબા’ જેવી ફિલ્મોથી તે ફેમસ બન્યો. અત્યારે સોનુ સૂદ પ્રવાસી મજૂરો માટે ભગવાન જેવો બની ગયો છે. ચારેય તારફ તેનાં વખાણ થઈ રહ્યાં છે.

You cannot copy content of this page