‘હેપ્પી એન્ડિંગ’ નામના મસાજ પાર્લરમાં વૃદ્ધે મસાજ કરાવતા કરાવતા આંખો મીચી દીધી

થાઈલેન્ડ પ્રવાસીઓ માટે સૌથી ફેવરિટ જગ્યાઓમાંથી એક છે. અહીં દુનિયાભરના લોકો મોજમજા કરવા આવે છે. ખાસ કરીને પુરુષો માટે આ જગ્યા શાનદાર છે. ઘણા પુરુષો પોતાની પત્નીઓને છોડીને અહીંની રંગીન લાઈફ જીવવા આવે છે. અહીંની એડલ્ટ સ્ટાઈલ નાઈટલાઈફની ખૂબ ચર્ચા થાય છે. થાઈલેન્ડ આવે અને મસાજ પાર્લરનો આનંદ ન ઉઠાવે તો ચાલે જ નહીં. જોકે અહીંના પટાયાાં એક શખ્સને મસાજ કરાવવું મોંઘું પડ્યું હતું. મસાજ કરાવતા કરાવતા શખ્સે આંખો બંધ કરી દીધી હતી. તેની બોડી જે હાલતમાં મળી એ જોઈને બધાને આંચકો લાગ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ 70 વર્ષનો જ્હોન સ્વેન નામની બ્રિટનની વૃદ્ધ વ્યક્તિ રજાઓ ગાળવા થાઈલેન્ડના પટાયા આવ્યો હતો. જેમાં તેણે મસાજ પાર્લરમાં જવાનો નિર્ણય કર્યો હતો. તેણે ‘હેપ્પી એન્ડિંગ’ નામના મસાજા પાર્લરમાં બૂકિંગ કરાવ્યું હતું. ત્યાં ગયા બાદ તેને કપડાં ઉતારી ટેબલ પર ઉંધા સૂવાનું કહેવામાં આવ્યું હતું. વૃદ્ધ ટેબલ પર સૂઈ ગયો. મસાજ આપતી યુવતીએ પોતાના હાથથી મસાજ આપવાનું શરૂ કર્યું. મસાજ સર્વિસના થોડો સમય બાદ યુવતીએ વૃદ્ધને સીધા સૂવાનું કહ્યું તો તેણે કોઈ રિસ્પોન્સ આપ્યો નહોતો. તપાસ કરતાં ખબર પડી કે તેનું મોત થઈ ગયું છે.

વૃદ્ધન મસાજ આપનાર યુવતીનું નામ મિસ ઓરૈયા છે. તેણે જણાવ્યું કે આ ઘટના બપોરે અંદાજે 3 વાગ્યે બની હતી. તેણે કહ્યું કે મસાજ કરાવા આપવનાર વ્યક્તિ શરૂઆતમાં નોર્મલ હતી. બાદમાં તેને શ્વાસ લેવામાં તકલિફ થવા લાગી. જ્યારે મેં તેને પૂછ્યું કે સર શું તમે ઠીક છો તેણે હામાં જવાબ આપ્યો હતો. જોકે ત્યાર પછી તેનું હલનચલન બંધ થઈ ગયું હતું. અને ખબર પડી કે તેનું મોત થઈ ચૂક્યું છે. આની ખબર પડતાં હું રાડો પાડવા લાગી હતી. મદદ માટે આવેલી ટીમે વૃદ્ધને સીપીઆર આપવાનું શરૂ કર્યું પણ જીવ બચાવી શકાયો નહોતો.

સ્થળ પર આવેલી પોલીસે વૃદ્ધના શરીરને ટુવાલથી ઢાંકી અને તપાસ માટે સાથે લઈ ગયા. મસાજ પાર્લરે કહ્યું હતું કે આ જ્હોન સ્વેન નામની વ્યક્તિ પહેલી વાર તેની પાસે સર્વિસ માટે આવ્યો હતો. હાલ પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેથી ખબર પડે કે તેનું મોત કેવી રીતે થયું છે.

You cannot copy content of this page