Only Gujarat

FEATURED International

તમે પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો? તમારી નાની અમથી ભૂલ સંતાનોનો જીવ લઈ શકે છે!

લંડનઃ કોરોના વાયરસને કારણે લોકો અનેક વસ્તુનું ધ્યાન રાખી રહ્યાં છે. આ વાયરસના કારણે કરોડો લોકો સંક્રમિત છે તો લાખોની સંખ્યામાં લોકોના મોત થયા છે. આ વાયરસ એક સંક્રમિતથી બીજી વ્યક્તિ સુધી ફેલાતો હોવાથી ખૂબ જ સાવધાની રાખવી પડે છે. આ વાયરસના કારણે લોકોની આદતો પણ બદલી રહી છે. લોકો બહારનું ખાવા પીવાનું છોડીને હવે હોમમેડ જ ફૂડ પસંદ કરવા લાગ્યાં છે. જો કે લોકડાઉન બાદ બધું જ પૂર્વવત થઇ રહ્યું છે. ત્યારે ફરી લોકો ધીરે ધીરે પહેલાની જેમ નોર્મલ લાઇફ જીવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ સ્થિતિમાં યૂકેના હૈમ્પશાયરથી એક ઘટના સામે આવી છે. અહીં રહેતી એક મહિલાએ તેમના બાળકો માટે ચિકન નગેટ્સ ઓર્ડર કર્યો હતો. જો કે આ ચીકન પકોડીની અંદરથી એવી વસ્તુ નીકળી કે, દીકરીની જિંદગી પર જોખમ ઉભું થઇ ગયું. આ ચીકન નેગેટ્સની તસવીરો મહિલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જુઓ શું નીકળ્યું આ ચીકન નગેટ્સમાંથી

આ ઘટના યૂકેના એલ્ડરશોટરની છે. 32 વર્ષની મહિલા લૌરા અરબેરની એક ભૂલના કારણે તેમની દીકરીની જિંદગી થોડા સમય માટે જોખમમાં મૂકાઇ ગઇ. 4 બાળકોની માતા લૌરાએ તેમના બાળકો માટે ચીકન પકોડી ઓનલાઇન ઓર્ડર કર્યાં હતા. બાળકો આરામથી તેને એન્જોય કરતા હતા.

જો કે અચાનક તેમની નાની દીકરીને ઉધરસ આવવા લાગી. તેમનો શ્વાસ રૂંઘાવા લાગ્યો. લૌરા ગભરાઇ ગઇ, કંઇ સમજી ન શકી કે, અચાનક શું થઇ ગયું. જો કે લૌરાએ તરત જ બાળકીના ગળામાં આંગળી નાખીને તેમને ઉલ્ટી કરાવવાની કોશિશ કરી. જો કે ત્યારબાદ તેમના ગળામાંથી જે નીકળું તે જોઇને લૌરા ચૌંકી ગઇ.

ચિકન પકોડીમાં બ્લૂ રંગનું સર્જિકલ ફેસ માસ્ક હતું. આ ચીકન નેગેટ્સની અંદર માસ્ક ભરાયેલું હતું. ફૂડ આઉટલેટની ઘોર બેદરકારી આ ઘટનાથી સામે આવી છે. આટલું જ નહીં જ્યારે લૌરાએ બીજા 20 પેકેટ્સ ચેક કર્યો તો તેમને બીજા પણ માસ્ક તેમાં દેખાયા. આ માસ્ક સાથે ચીકન પકોડાને તેલમાં તળવામાં આવ્યા હતા. આ ઘટના બાદ લૌરાએ તેની તસવીર ખેંચી અને મેકડોનાલ્ડસના મેનેજરને અને સોશિયલ મીડિયા પર શેર કરી.

લૌરાએ જણાવ્યું કે, હજું સુધી તેમને ફૂડ આઉટલેટ તરફથી કોઇ મેસેજ નથી આવ્યો. આટલી મોટી ઘોર બેદરકારી બાદ પણ કોઇએ તેમની માફી પણ નથી માંગી. આટલી ઘોર બેદરકારીના કારણે લૌરાની દીકરીનો જીવ પણ જઇ શકતો હતો. આ ગંભીર ઘટનાના પગલે લૌરાએ બેજવાબદાર સામે પગલા લેવાઇ તેવી પણ માંગણી કરી છે.

You cannot copy content of this page