Only Gujarat

Bollywood FEATURED

આ દેશની સીક્રેટ લેબમાં બની કોરોનાવાઈરસની રસી, આ રીતે માનવ શરીરમાં કરશે કામ

નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે. જેને રોકવા માટે તમામ દેશો રસી બનાવવામાં વ્યસ્ત છે. વિવિધ દેશોના વૈજ્ઞાનિકો રસી વિશે તમામ દાવા કરી રહ્યા છે. આ બધાની વચ્ચે, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન નફતાલી બેનેટે સોમવારે (ચાર મે) દાવો કર્યો હતો કે દેશની ડિફેન્સ બાયોલોજિકલ ઇન્સ્ટિટ્યુટે કોરોના વાયરસની રસી બનાવી લીધી છે. તેમણે કહ્યું કે સંસ્થાને કોરોનાવાઈરસ માટે એન્ટિબોડીઝ તૈયાર કરવામાં મોટી સફળતા મળી છે.

રક્ષા મંત્રી બેનેટે કહ્યું કે કોરોનાવાઈયરસ રસીનો વિકાસ તબક્કો હવે પૂર્ણ થઈ ગયો છે અને સંશોધનકારો તેના પેટન્ટ અને મોટાપાયે ઉત્પાદન માટે તૈયારી કરી રહ્યા છે. ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસ હેઠળ ચાલતી ખૂબ જ ગુપ્ત ઇઝરાયલ ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચની મુલાકાત પછી બેનેટે આ જાહેરાત કરી હતી.

સંરક્ષણ મંત્રીના જણાવ્યા મુજબ, આ એન્ટિબોડી મોનોક્લોન તરીકે કોરોનાવાઈરસ પર હુમલો કરે છે અને બીમાર લોકોનાં શરીરની અંદર જ કોરોનાવાઈરસનો ખાત્મો કરી દે છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, કોરોનાવાઈરસની વેક્સિનના વિકાસનો તબક્કો હવે પુરો થઈ ગયો છે.

સંરક્ષણ પ્રધાને કહ્યું, સંરક્ષણ સંસ્થા હવે આ રસીને પેટન્ટ કરાવવાની તૈયારીમાં છે. તેના આગામી તબક્કામાં, સંશોધનકારો આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી વ્યાવસાયિક સ્તર પર ઉત્પાદન માટે સંપર્ક કરશે. બેનેટે કહ્યું, ‘મને આ શાનદાર સફળતા માટે સંસ્થાના સ્ટાફ પર ગર્વ છે. સંરક્ષણ પ્રધાને પોતાના નિવેદનમાં એ જણાવ્યુ નથી કે આ રસીનું માણસો પર પરીક્ષણ કરાયુ છે કે નહીં.

અમેરિકાએ રેમડેસિવીરને માની મદદગારઃ અમેરિકામાં ઇબોલા વાયરસના દર્દીઓ માટે બનાવેલી રેમડેસિવીર દવા કોરોનાના સંક્રમણને રોકવામાં મદદગાર સાબિત થઈ છે. તેની સાથે હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. આશા છે કે આ દવાઓથી ટૂંક સમયમાં કોરોના ચેપ પર કાબૂ મેળવી શકાશે. આ બધાની વચ્ચે, અમેરિકન સરકારે આ દવાઓને સારવાર માટે મંજૂરી આપી દીધી છે.

ગંભીર રૂપે બીમાર લોકો સરેરાશ 11 દિવસમાં થઈ રહ્યા છે સ્વસ્થઃ કહેવાઈ રહ્યુ છેકે, જેમને રેમેડિસિવીર દવા આપવામાં આવી હતી તેમને સરેરાશ 11 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અગાઉ, આરોગ્યની રાષ્ટ્રીય સંસ્થાના એન્થોની ફોસ્સીએ જણાવ્યું હતું કે, ગંભીર રીતે બીમાર કોરોના વાયરસવાળા દર્દીઓની સારવાર કરવામાં આ દવા અસરકારક રહેશે.

હજી આ દવાનો ઉપયોગ સાધારણ બીમાર દર્દીઓ માટે કરવામાં આવ્યો નથી. FDAએ પ્રથમ કોવિડ -19 દર્દીઓની સારવાર માટે હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાના ઉપયોગને મંજૂરી આપી દીધી હતી.

દુનિયાભરમાં 2 લાખ 52 હજાર મોતઃ પોતાના નિવેદનમાં બેનેટે કહ્યું કે ઇઝરાયલ હવે પોતાના નાગરિકોના સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવાની પ્રક્રિયામાં સંતુલન લાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. જો ઇઝરાયલના સંરક્ષણ પ્રધાનનો દાવો સાચો છે, તો કોરોનાથી વિલાપ કરનારી દુનિયા માટે આશાનું કિરણ ખીલશે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં દુનિયાભરમાં 2,52,407 લોકો મૃત્યુ પામ્યા છે અને 36 લાખથી વધુ લોકોને કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

વર્ષનાં અંત સુધી ઉપલબ્ધ થશે કોવિડ-19 માટે રસી: ટ્રમ્પઃ કોરોનાવાઈરસ રોગચાળાને નાથવા વિશ્વભરમાં રસી બનાવવા માટેનું કામ ચાલુ છે. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી માણસો પર સૌથી મોટી ટ્રાયલ કરી રહી છે. બીજી બાજુ, ચીન અને અમેરિકામાં પણ માણસો પર કોરોના રસીની મોટા પાયે ટ્રાયલ ચાલી રહ્યુ છે. ભારતની ઘણી કંપનીઓ કોરોનાની રસી બનાવવામાં વ્યસ્ત છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page