Only Gujarat

FEATURED International

WHOના વડાની ચેતવણી, આના કરતાં પણ ખરાબ પરિસ્થિતિ હજી આવવાની બાકી છે…

જિનીવાઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ચેતવણી આપી છે કે, કોરોનાવાઈરસ સાથે સંકળાયેલ સંકટ આગળ જતાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. એક તરફ બધા દેશો પ્રતિબંધો ધીરે-ધીરે ઘટાડી રહ્યા છે ત્યાં તેમણે દુનિયાને આ ચેતવણી આપી છે. જોકે WHO ના મહાનિર્દેશક ટ્રેડોસે એમ નથી કહ્યું કે, તેમને એવું કેમ લાગે છે કે, વાઈરસ વધારે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. અત્યાર સુધીમાં દુનિયામાં લગભગ 25 લાખ કરતાં વધારે પોઝિટિવ કેસ આવ્યા છે, જેમાંથી 1.66 લોકોનાં મૃત્યુ નીપજી ચૂક્યાં છે.

કહેવાય છે કે, આ સંકટ આગળ જતાં આફ્રિકાને ભરડામાં લેશે. જ્યાં સ્વાસ્થ્યની હાલત કથળી શકે છે. ટ્રેડોસે કોરોનાવાઈરસના આ સંક્રમણ માટે 1918ના સ્પેનિશ ફ્લૂનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું, ‘આ ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ છે અને આવું થઈ રહ્યું છે. જેમ કે 1918ના ફ્લૂમાં 10 કરોડ લોકોના મોત નીપજ્યાં હતાં.’

તેમણે કહ્યું, ‘હવે આપણી પાસે ટેક્નોલોજી છે, આપણે આ મુશ્કેલીને રોકી શકીએ છીએ. અમારા પર વિશ્વાસ રાખો, હજી વધારે ખરાબ સ્વરૂપ જોવા મળશે. ચાલો આ મુશ્કેલીને રોકીએ. આ એવો વાઈરસ છે, જેને હજી પણ લોકો નથી સમજી શક્યા.’

WHO દ્વારા આ ચેતવણી ત્યારે આપવામાં આવી છે જ્યારે અમેરિકાએ તેના પર કોરોનાવાઈરસને રોકવામાં પોતાની જવાબદારીનું પાલન ના કરવાનો આરોપ મૂકી ફંડ રોકી દીધું છે.

લોકડાઉનમાં અહીં આપવામાં આવી રાહતઃ અમેરિકા, સ્પેન, ડેનમાર્ક સહિત ઘણા દેશમાં લોકડાઉનમાં છૂટ આપવામાં આવી રહી છે. અમેરિકામાં તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સમર્થકો શટરડાઉન દૂર કરવાની માગણીઓ સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને અર્થવ્યવસ્થાને ખોલવાની માગણી કરી રહ્યા છે.

સ્પેનમાં એ લોકોને ઓફિસ જવાની મંજૂરી આપવામાં આવી છે, જેઓ ઘરેથી કામ કરી શકે તેમ નથી. ડેનમાર્કમાં સ્કૂલો ખોલ્યા બાદ હવે બ્યૂટી પાર્લર પણ ખોલવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનમાં પણ નો રિસ્કની સૂચીમાં કેટલાક ઉદ્યોગોને મૂકીને ખોલવામાં આવ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page