Only Gujarat

Bollywood FEATURED

જુઓ, કોમેડી કિંગ કપિલ શર્માની રજવાડી લાઈફસ્ટાઈલ, આ રીતે ઠાઠથી રહે છે પરિવાર સાથે

મુંબઈઃ કૉમેડિયન અને એક્ટર કપિલ શર્માનો શૉ 1 ઓગસ્ટથી ફરી શરૂ થઈ ગયો છે. કોરોના મહામારીમાં આ શૉના નવાં એપિસોડના મહેમાન સોનુ સૂદ હતાં. સોનુ સૂદે કોરોના મહામારી દરમિયાન હજારો મજૂરોને તેમના ઘરે સુરક્ષિત પહોંચાડવામાં મદદ કરી હતી. આમ તો, કપિલ શર્મા કોરોના વાઇરસના લૉકડાઉનને લીધે 4 મહિના ઘરે રહ્યાં હતાં, પણ તેમની લક્ઝૂરિયસ લાઇફમાં કોઈ ઊણપ આવી નથી. દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ ભરનારા કપિલ શર્મા બૉલિવૂડના સુપરસ્ટાર કરતાં પણ આગળ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કપિલ શર્માની નેટવર્થ લગભગ 170 કરોડ રૂપિયા છે. કપિલ દર વર્ષે લગભગ 30 કરોડ રૂપિયા કમાય છે. કપિલના ઘરની વાત કરીએ તો તેમની પાસે મુંબઈ અને પંજાબમાં અલગ-અલગ ઘર છે.

કપિલ શર્મા પાસે મુંબઈના પૉશ વિસ્તાર અંધેરી વેસ્ટમાં એક આલીશાન ફ્લેટ છે. DHL એન્કલેવમાં બનેલાં આ ફ્લેટની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા છે. કપિલનું આ ઘર 9માં માળે છે.

આ ઉપરાંત કપિલ શર્માનું તેમના હૉમટાઉન અમૃતસર (પંજાબ)માં પણ એક બંગલો છે. આ બંગલાની અંદાજિત કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. કપિલનું લક્ઝુરીયસ ઘર દરેક સુખ સુવિધા સજ્જ છે.

કપિલ શર્માને કારનો ખૂબ જ શોખ છે. તેમના કલેક્શનમાં મર્સેડિઝ બેન્ઝ એસ 350 સીડીઆઈ, વૉલ્વો 90 જેવી મોંઘી કાર છે. મર્સિડીઝ એસ ક્લાસની કિંમત 1.19 કરોડ રૂપિયા છે, જ્યારે વૉલ્વો કારની કિંમત 1.3 કરોડ રૂપિયા છે.

કપિલ શર્મા શૂટિંગ દરમિયાન જે વેનિટી વૅનનો ઉપયોગ કરે છે, તે ખૂબ જ લક્ઝૂરીયસ છે. આ વૅનિટી વૅનની કિંમત લગભગ 5.5 કરોડ રૂપિયની આસપાસ છે. આ કારની ડિઝાઈન દિલીપ છાબડિયાં (DC)એ ખાસ કપિલ માટે તૈયાર કરી છે.

કહેવાય છે કે, કપિલ શર્માની નવી વૅનિટી વૅન શાહરૂખ ખાનની વૅનિટી વૅન કરતાં મોંઘી છે. જેનો લુક કોઈ હૉલિવૂડ મૂવીમાં સ્પેશિયલ ઇફેક્ટ દ્વારા બનાવવામાં આવેલી સુપર વ્હીકલ જેવી દેખાય છે. કપિલ શર્માને આ વૅનિટી વૅન વર્ષ 2018માં મળી હતી.

ઉલ્લેખનીય છે કે, 2 એપ્રિલ, 1981માં અમૃતસરમાં જન્મેલા કપિલના પિતા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા અને મા હાઉસ વાઇફ છે.

કપિલ શર્માને બાળપણથી જ સિંગર બનવું હતું, પણ સિંગિંગમાં તે ખુદને ફિટ થતાં ન જોઈ કૉમેડીમાં આવ્યો હતો.

કપિલ શર્માની વૅનિટી વૅન.

ઘરમાં મીકા સિંહ સાથે જમવાનો આનંદ લેતો કપિલ શર્મા. ઉલ્લેખનીય છે કે, મીકા સિંહ કપિલ શર્માનો પાડોસી છે.

You cannot copy content of this page