Only Gujarat

National

દારૂના નશામાં ટલ્લી થઈ યુવતીનો જાહેરમાં હંગામો, લોકોને જેમ ફાવે તેમ ગાળો ભાંડી

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક યુવતીએ ભરચક રોડ પર દારૂના નશામાં આર્મીની જીપની લાઇટ લાત મારીને તોડી નાખી હતી. આર્મીનો જવાને નીચે ઉતરીને યુવતીને સાઇડમાં કરવાનો પ્રયત્ન કરતાં તેણે જવાનને પણ ધક્કો મારી દીધો હતો. એટલું જ નહીં આ યુવતીએ તેને સમજાવવા આવતાં લોકોને ગાળો પણ ભાંડી હતી.

મહત્ત્વનું છે કે, 22 વર્ષીય દિલ્હીની એક મોડેલ દારૂના નશામાં લથડિયા ખાતા-ખાતા રોડ પર આવી હતી. આ પછી ગાડીઓને રોકવાનું શરૂ કરી દીધું અને જોતજોતામાં રોડ પર મોટો તમાશો શરૂ થઈ ગયો.

આ દરમિયાન આર્મીની જીપ્સી નીકળી તો મહિલાએ તેને પણ રોકી દીધી. પહેલાં યુવતીએ જીપ્સીની પાછળ જઈને લાતો મારી. એટલાંથી યુવતીનું મન ના ભરાયું તો તેણે આગળ આવીને જીપ્સીને લાત મારી લાઇટ તોડી નાંખી હતી.

મહત્ત્વનું છે કે, આ પછી મહિલા પોલીસે યુવતીને દંડ ફટકારીને તેની ધરપકડ કરી હતી. પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી યુવતીને મેડિકલ તપાસ માટે મોકલી દેવામાં આવી હતી.

 

You cannot copy content of this page