Only Gujarat

Bollywood

‘ક્રાઈમ પેટ્રોલ’માં નેગેટિવ રોલ પ્લે કરનાર આ અભિનેત્રી આમ બની રાતોરાત સ્ટાર

મુંબઈઃ ક્રાઈમ પેટ્રોલ ટીવી પરની લોકપ્રિય સિરિયલ્સમાં સામેલ છે. છેલ્લા 17 વર્ષથી આ શો લોકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શોમાં કામ કરતા કલાકાર હવે ફિલ્મ્સમાં પણ જોવા મળી રહ્યાં છે. જ્યારે અમુક કલાકાર એવા છે જે પોતાની એક્ટિંગના કારણે આ ચર્ચિત સીરિયલનો મુખ્ય અંગ બની ચૂક્યા છે. આવું જ એક નામ છે એક્ટ્રેસ ગીતાંજલી મિશ્રા.

ગીતાંજલી મિશ્રા 2010થી જ ક્રાઈમ પેટ્રોલ સાથે જોડાયેલી છે. તે આ શોમાં દરેક પ્રકારના રોલ કરી ચૂકી છે. જોકે, તેને મોટા ભાગે નેગેટિવ રોલમાં જ જોવી લોકોને ગમે છે. ક્રાઈમ પેટ્રોલના કારણે જ ગીતાંજલીની લોકપ્રિયતા એટલી વધી કે સોશિયલ મીડિયા પર તેના લાખો ફેન્સ છે.

ગીતાંજલી મિશ્રા ક્રાઈમ પેટ્રોલના સૌથી મોંઘા કલાકારોમાંથી એક છે. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગીતાંજલી એક એપિસોડના 2 થી 2.5 લાખ રૂપિયાની ફી લે છે.

ગીતાંજલીની વધુ ફી અંગે એવું કહેવામાં આવે છે કે, તે મોટાભાગે નેગેટીવ રોલ જ કરે છે તેથી આટલી ફી લે છે.

ગીતાંજલી ક્રાઈમ પેટ્રોલ ઉપરાંત ‘માયકે સે બંધી ડોર’, ‘રણબીર રાનો’, ‘સોહની માહિવાલ’, ‘મિટ્ટી કી બન્નો’, ‘જય વૈષ્ણો દેવી’, ‘બાલિકા વધૂ’ સહિત તમામ ટીવી સીરિયલ્સમાં જોવા મળી ચૂકી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page