Only Gujarat

Bollywood FEATURED

કંગના રનૌતની બહેનનું ઘર અંદરથી છે એકદમ લેવીસ, ઘરનો દરેક ખૂણો છે એકદમ સુંદર

મુંબઈઃ વિશ્વભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને હજારોની સંખ્યામાં લોકોનાં મોત થઈ રહ્યા છે. દેશમાં અત્યારે અનલૉક – 1 લાગૂ કરવામાં આવ્યું છે. આ સમયે સેલેબ્સ પણ ઘરે જ રહે છે. અત્યારે સોશિયલ મીડિયામાં સેલેબ્સ સાથે જોડાયેલા અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ તેના ડ્રીમ હોમને લીધે ચર્ચામાં છે.

રંગોલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ડ્રીમ હોમના ફોટો શેર કર્યા છે, જેમાં ઘરના દરેક ખૂણાની ઝલક જોવા મળે છે.

રંગોલીએ તેમના હોમના ફોટો શેર કરી તેમની બહેન કંગનાને થેન્ક્સ કહ્યું હતું.

આ હોમને તૈયાર કરવા કંગનાએ રંગોલીની ખૂબ જ મદદ કરી છે.

રંગોલીએ કંગનાના વખાણ કરતાં લખ્યું છે કે, ‘કન્સ્ટ્રક્શનના સામાનનો ઓર્ડર તે શૂટિંગ લોકેશન પરથી આપતી હતી.’

રંગોલીએ જણાવ્યું છે કે, આ હોમને બનાવવામાં માટે માત્ર લોકલ મટીરિઅલનો ઉપયોગ કરાયો છે.

રંગોલીએ તેમના આ નવા હોમનું નામ ‘Villa Pegasus’ રાખ્યું છે, જે એક ગ્રીક શબ્દ છે; જેનો અર્થ છે એક અમર ઘોડાની પીઠ પર પાંખ લાગેલી છે.

આ હોમનું નામ રંગોલીએ મુંબઈના તે ઘર પરથી રાખ્યું છે, જ્યાં તેમણે તેમના પતિ અજય સાથે મેરિડ લાઇફ શરૂ કરી હતી.

લૉકડાઉનને લીધે તેમણે પાર્ટીની જગ્યાએ હોમમાં એક પૂજા રાખી હતી, જેમાં માત્ર પરિવારના લોકો સામેલ થયાં હતાં.

રંગોલીએ તેમનું આ નવું હોમ હિમાલયના પહાડોના ખોળામાં બનાવ્યું છે.

આ ઘરના ગૃહપ્રવેશ પર કંગના રનૌતના ભાણીયાને લાડ કરતી જોવા મળી હતી.

You cannot copy content of this page