Only Gujarat

International TOP STORIES

આટલા રૂપિયામાં વેચાયું ત્રણ એકરમાં ફેલાયેલું દુનિયાનું ‘સૌથી સુરક્ષિત ઘર’

એક વ્યક્તિ અનેક આશા સાથે પોતાનું ઘર બનાવે છે. ઘરમાં જરૂરિયાતની દરેક વસ્તુ મૂકી આખું જીવન ત્યાં વિતાવે છે. એક સત્ય એ પણ છે કે વ્યક્તિ તેની જરૂરિયાત મુજબ ઘર બનાવે છે. જે દેશમાં યુદ્ધ જેવી સમસ્યા હોય, ત્યાં વ્યક્તિ એવું ઘર બનાવવાનો પ્રયત્ન કરે છે જે, મુશ્કેલ સમયમમાં બચાવી શકે અને કોઈ નુકસાન ન થાય. આવું જ એક ઘર બીજા વિશ્વ યુદ્ધ વખતે બનાવવામાં આવ્યું હતું, જે હવે વેચાવા માટે તૈયાર છે. આ ઘર સામાન્ય ઘર જેવું નથી. ખતરનાક બોમ્બ અને હથિયારથઈ આ ઘરનો વાળ પણ વાંકો થઈ શકતો નથી. અમે તમને બતાવીએ 4 બેડરૂમવાળા આ મજબૂત ઘરના ફોટો.

નૉરફ્લૉકના વટ્ટોમાં એક ચાર બેડરૂમાવાળું ઘર વેચાવા માટે તૈયાર છે. જેની કિંમત 4 કરોડ 51 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ ઘરના ગાર્ડનમાં લોકો માટે એક સરપ્રાઇઝ રાખવામાં આવી છે.

આ ઘર પૂર્વ રૈફ ઓફિસરનું છે, જેમણે બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લીધો હતો. આ ઘરના ગાર્ડનમાં એક એર રાઇડ શેલ્ટર છે.

ત્રણ એકરમાં બનાવેલા આ ઘરને રિનોવેટ કરવામાં આવ્યું છે, પણ લોકોને સૌથી વધુ આકર્ષિત આ ઘરનું બોમ્બ શેલ્ટર કરે છે. 40 ફૂટનું આ શેલ્ટર ખતરનાક બોમ્બથી વ્યક્તિની સુરક્ષા પણ કરે છે. આ ઘરમાં 4 સુંદર બેડરૂમ્સ છે. જેનું ઇન્ટેરીઅર કરવામાં આવ્યું છે.

લિવિંગ રૂમમાં નવું બૉયલર અને હિટિંગ સિસ્ટમ લગાડવામાં આવી છે. આ ઘરમાં દરેક ઇલેક્ટ્રોનિક્સ નવા લગાડવામાં આવ્યા છે. બીજા વિશ્વ યુદ્ધ સમયે જ ઘર બનાવવામાં આવ્યું હતું. આ ઘરને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે, જેને વૉર દરમિયાન હુમલાથી કોઈ નુકસાન ના પહોંચે.

You cannot copy content of this page