Only Gujarat

FEATURED National

લૉકડાઉનમાં આ IAS અધિકારી ઘેર-ઘેર વહેંચવા નીકળ્યા કરિયાણું, વ્યવસ્થા જોઈ મારશો સલામ

શિલોંગઃ સમગ્ર દેશમાં કોરોના મહામારી અને લોકડાઉન સામે લડવા માટે આપણા સિવિલ સર્વન્ટ તહેનાત છે. મેઘાલયે Covid-19થી એક વ્યક્તિના મૃત્યુથી ભારે હડકંપ મચી ગયો. શિલોંગમાં મૃતકના સંપર્કમાં આવનારા છ લોકોનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યાં. તેનાથી રાજ્યભરના અન્ય જિલ્લામાં ખતરાની ઘંટી વાગી. ત્યારબાદ ઇસ્ટ ગારો હિલ્સના ઉપાયુક્ત સ્વપ્નિલ ટેમ્બેએ પોતાના જિલ્લામાં કર્ફ્યુ લગાવી દીધો. એટલું જ નહીં તેમણે રાજ્યમાં લોકોને મહામારીથી બચાવવા અને લોકડાઉનમાં ભૂખમરાથી બચાવવા માટે કમર કસી. તેઓ આટલા મોટા ઓફિસર હોવા છતાં સ્થાનિક લોકોને ભરપેટ ખાવાનું અને રાશન પોતાના હાથથી વહેંચે છે. IAS ઓફિસરે પોતાના કામથી પ્રેરણા આપી રાજ્યના તમામ બેરોજગારોને પણ કામ પર લગાવી દીધા.

સ્વપ્નિલનું કહેવું છે કે બે દિવસ સુધી બધું જ બંધ છે. આ દરમિયાન અમે મોટા પ્રમાણમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહ્યાં છીએ અને તમામ જરૂરી પ્રોટોકોલનું અનુસરણ કરી રહ્યાં છીએ. અત્યારસુધીમાં પ્રભાવિત જિલ્લાથી અંદાજે 200 લોકો આવ્યા છે અને કોઇપણ વિદેશ ગયા નથી. તેમને હોમ ક્વોરન્ટીમાં રાખવામાં આવ્યા છે પરંતુ તેમના ટેસ્ટ કરવામાં આવેલા, જે નેગેટિવ આવ્યા છે. હજુ સુધી જિલ્લામાં કોઇપણ વ્યક્તિની શંકાસ્પદ યાત્રાનો ઇતિહાસ સામે આવ્યો નથી. એક-બે દિવસમાં કરિયાણાની દુકાનો ફરીથી ખુલી જશે પરંતુ પ્રાઇવેટ અને ખાનગી પરિવહન બંધ રહેશે.

આ ઉપરાંત ભારત સરકારના નિર્દેશો પ્રમાણે રાજ્ય સરકાર તમામ જરૂરી સાવધાની રાખી મનરેગાના કામ અને ખેતીની ગતિવિધિઓને ચાલુ રાખવાની મંજૂરી આપતી દેતી રહેશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે કાર્ડ ધારકોને એપ્રિલ, મે અને જૂનના મહિનામાં 5 કિલો ચોખા અને 1 કિલો દાળ મફત મળશે. જે અંતર્ગત જિલ્લાના લગભગ 90 ટકા લોકો જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવી છે. જે ગામડામાં છે.

રાજ્ય માટે ચિંતાનું મુખ્ય કારણ શહેરી મજૂર અને આસામના કેટલાક પ્રવાસી શ્રમિક છે, જે અનિશ્ચિતકાળ માટે જિલ્લામાં ફસાયેલા છે અને આ શ્રમિકોના પરિવાર કોઇ મોટી યોજનામાં જોડાયેલા નથી. પરંતુ જિલ્લા રાહત કોષ અંતર્ગત પ્રશાસન તેમની ઓળખ કરવાની કામગીરી કરી રહ્યું છે. ઓળખ થયા બાદ તેમને રાશન સામગ્રી આપવામાં આવશે.

મીડિયા સાથે વાતચીતમાં સ્વપ્નિલે જણાવ્યું હતું, એક દિવ્યાંગ વ્યક્તિએ મારો સંપર્ક કર્યો હતો, જેની મોબાઇલ રિપેરની દુકાન લોકડાઉનના કારણે બંધ થઇ ગઇ હતી અને તે ખુબ જ પરેશાન હતા. આથી મે દિવ્યાંગોની ઓળખ કરવા અને તેમની મદદ કરવાની યોજના બનાવી છે.

સ્વપ્નિલનું કહેવું છે કે અત્યારસુધીમાં અમે એક હજારથી વધુ ઘર એટલે કે સાત હજાર લોકો સુધી મદદ પહોંચાડી છે. કેટલાક ઘરમાં અમે અનેક વખત મદદ પહોંચાડી છે. એસએચજીને સામેલ કરવા તથા અનેક જિલ્લા અધિકારી પોતાની સ્વેચ્છાએ કામ કરી રહ્યાં છે. તેઓ વંચિત સમુદાયો પાસે જઇને જરૂરી મદદ પહોંચાડી રહ્યાં છે. માત્ર ત્રણ લેબર ઇન્સ્પેક્ટર સાથે એક જિલ્લા પ્રશાસન માટે આ પહેલને લાગુ કરવાનો સમય લાગ્યો છે, જેને રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા છે. જો કોઇ અન્ય રાજ્યથી પાંચથી વધુ પ્રવાસી મજૂર છે તો તેઓ સ્થાનિક જિલ્લા પ્રશાસન પાસે નોંધણી કરાવવી પડશે.

મેઘાલયમાં એક સ્કૂલ બનાવવા માટે પોતાની સેલેરી આપનારા ટેમ્બેનું કહેવું છે કે આ એ જ જગ્યા છે, જ્યાં જિલ્લા રાહત કોષ ઉપયોગી છે. તેનાથી એવા લોકો સુધી મદદ પહોંચાડવામાં મદદ મળશે, જે કોઇપણ યોજનાનો લાભ લઇ શક્યા નથી. હું આવા લોકો પાસે કોઇ દસ્તાવેજ માગી રહ્યો નથી. જો અમને આવા કોઇ દેખાઇ જે ભૂખ્યા છે તો અમે તેમને ભોજન આપી રહ્યાં છીએ.

મોટાભાગે દૈનિક વેતન ભોગી અને તેમના પરિવાર પડોશી જિલ્લામાંથી આવે છે. જેમનું ધ્યાન ઠેકેદારો/કાર્ય પ્રદાતાઓ દ્વારા નથી રાખવામાં આવ્યું. તેઓ રોજગાર માટે એક નિશ્ચિત કાર્ય માટે નથી આવ્યા છે. તેઓ દિવસમાં સ્વતંત્ર કામની શોધમાં રહે છે અને તેઓ કંઇપણ કમાઇ તેનાથી જ ગુજરાન ચલાવે છે. સ્વપ્નિલનું કહેવું છે કે અમારું લક્ષ્ય આવા લોકોની મદદ કરવાનું છે કારણ કે ના તો તેમની પાસે યોગ્ય કામ છે અને ના તો લોકડાઉન દરમિયાન જીવીત રહેવા કોઇ જરૂરી સંસાધન.

રાજ્ય સરકાર એસએચજી દ્વારા ફેસ માસ્ક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાની પહેલની સાથે આગળ આવ્યા છે. સિલાઇમાં પ્રશિક્ષિત મહિલાઓ માસ્ક બનાવી રહી છે. આ માસ્કને ખરીદી, સરકાર તેને સામાન્ય જનતાને ફ્રીમાં વિતરણ કરી રહી છે. આ દરમિયાન આ એસએચજીમાં કામ કરતી મહિલાઓને થોડીઘણી આવક પણ થઇ રહી છે. ટેમ્બેનું કહેવું છે કે અમે બેરોજગાર યુવાનોને પણ જરૂરી સાધનો હોમ ડિલિવરી કરવામાં જોડ્યા છે કારણે અમે નથી ઇચ્છતા કે લોકોને કરિયાણાના સામાન ખરીદવા માટે ઘરની બહાર નીકળવાની જરૂર પડે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page