Only Gujarat

Health

ઘી ખાવાથી ઘટે છે વજન..સાંભળીને નહી થાય વિશ્વાસ, આ વાંચો પછી જરૂરથી માનશો આ વાત

અમદાવાદઃ આજના સમયમાં દરેક ઘરમાં બાળકોની રોટલી-શાક અને દાળમાં દેશી ઘી લગાવેલું તો હોય છે તો મોટેરાઓની થાળીમાં દેશી ઘી જોવા મળતું જ નથી. વજન વધવા, ડાયાબિટીઝ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા હોય કે કોઇ ખાસ ડાયેટને ફોલો કરવાને કારણે વયસ્ક લોકો ઘીથી દૂર ભાગે છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે ગાયનું ઘી સ્વાદિષ્ટ અને સુગંધિત હોવાની સાથો સાથે ઉર્જાના સ્તરને વધારવા, વજન નિયંત્રિત કરવા અને ત્વચા માટે ખૂબ જ લાભદાયક હોય છે.

દેશી ઘી માણસને માનસિક તથા શારીરિક રૂપથી મજબૂત બનાવવા અને શરીરની ગંદકીને સાફ કરવાનું કામ કરે છે. રોજ એક ટીસ્પૂન ઘીનું સેવન કરવું ફાયદાકારક હોય છે. ઘીમાં વિટામિન એ, ડી, ઇ અને કે હોય છે, જે રક્ત કોશિકાઓમાં જમા થયેલા કેલ્શિયમને હટાવવાનું કામ કરે છે. સાથે જ ઘીના સેવનથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે, જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ઘણાં લોકો વજન વધવાના ડરથી ઘીનું સેવન કરતાં નથી પરંતુ નિયમિતરૂપથી ગાયના ઘીનું સેવન કરવાથી વજન તો નિયંત્રિત થાય છે, સાથે જ અનેક ઘાતક બીમારી પણ દૂર થાય છે.

કોલેસ્ટ્રોલ દેશી ઘીના સેવનથી શરીરમાં બાઇલરી લિપિડનું સ્ત્રાવ વધી જાય છે, જેનાથી લોહી અને આંતરડામાં સ્થિત કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવા માટે દેશી ઘીનું સેવન કરવું જોઇએ.

અન્ય ઓઈલની તુલનામાં ઘીનું સ્મોકિંગ પોઇન્ટ ખુબ જ વધુ હોય છે. આ કારણે પકાવતી વખતે સરળતાથી સળગતું નથી અને ખુબ જ ધૂમાડો પણ કરે છે. ઘીમાં કોઇપણ ખાવાની વસ્તુ સારી હોય છે. સારી રીતે પકાવાયેલું ભોજન કરવાથી પાચન શક્તિ વધી જાય છે.

હાર્ટના બ્લોકેજને ખોલવા માટે ઘી એક પ્રકારે લ્યૂબ્રિકેન્ટનું કામ કરે છે. આમ તો હાર્ટ સાથે જોડાયેલી સમસ્યા થવા પર ઓઈલી ફૂડ ખાવાનું મનાઇ હોય છે પરંતુ ગાયના ઘીનું સેવન કરી શકે છે.

વજન નિયંત્રિત કરવા માટે દેશી ઘીમાં જોવા મળતા તત્વથી મેટાબોલિઝમ વધે છે. એટલું જ નહીં દેશી ઘી ઈન્સિલ્યૂનની માત્રાને નિયંત્રણ રાખવાની સાથે વજન વધવું અને શુગર જેવી સમસ્યાને ઘટાડે છે.

ત્વચા પર નિખાર લાવવા માટે ગાયના ઘીમાં મોટા પ્રમાણમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને ચહેરાની ચમક યથાવત રાખે છે.

નોંધઃ (આ ન્યૂઝ માત્ર જાણકારી છે, જો તમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઇપણ સમસ્યા હોય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.)

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page