Only Gujarat

Bollywood FEATURED

સંદિપ અને સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાની આ ‘રોમેન્ટિક’ તસવીરો જોઈ નારાજ થયા ફેન્સ

સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા મામલે મુંબઇ પોલીસ નવા નવા એંગલથી તપાસ કરી રહી હતી તો પ્રતિદિન આ કેસમાં નવા ખુલાસા થઇ રહ્યાં છે પરંતુ મુંબઇ પોલીસને અત્યારસુધી કોઇ પણ મુખ્ય પૂરાવા મળ્યા નથી. પરંતુ હવે આ કેસને સીબીઆઇના હાથમાં છે. આ કેસમાં સીબીઆઇ ઝડપથી તપાસ કરી રહી છે. હાલ અમે વાત કરી રહ્યાં છીએ સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની. થોડા સમય પહેલા અંકિતા લોખંડે અને તેના નજીકના મિત્ર સંદીપ સિંહની કેટલીક તસવીરો વાયરલ થઇ હતી. જેને લઇને સુશાંતના ફેન્સ અંકિતા અને સંદિપ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે આ દરમિયાન અંકિતા પોતાના મિત્રને સપોર્ટ કરવા માટે તેની ફિલ્મના પ્રમોશન પર જઇ પહોંચી હતી. આ પ્રમોશન ઇવેન્ટમાં જેવી રીતે અંકિતા અને સંદીપ વચ્ચે નીકટતા દેખાઇ રહી હતી તેને હવે સુશાંતના ફેન્સ ખુબ જ ગુસ્સે ભરાયા છે. એટલું જ નહીં ઘણા ફેન્સ તો સંદીપ પર ગંભીર આરોપ લગાવી રહ્યાં છે. તેઓનું માનવું છે કે સુશાંતના મૃત્યુમાં સંદીપનો હાથ હોઇ શકે છે.

હાલ સુશાંતના ફેન્સમાં એટલો આક્રોશ છે કે તોએ આ કેસ સાથે જોડાયેલા દરેક શખ્સને શંકાની નજરે જોઇ રહ્યાં છે. વાત ત્યારની છે જ્યારે પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકની સ્ક્રિનિંગ થઇ હતી ત્યારે અંકિતા પોતાની સાથે બોયફ્રેન્ડ વિક્કી જૈનને પણ લઇ આવી હતી.

આ ઇવેન્ટ દરમિયાન સંદીપે મીડિયા સમક્ષ અંકિતાના ગાલ પર કિસ પણ આપી દીધી હતી. સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે એક પળ માટે પોતે અંકિતા પણ હેરાન હતી. આ પ્રિમીયર પર અંકિતાએ પોતાના બોયફ્રેન્ડ વિક્કી જૈનની સાથે પણ ઘણી તસવીરો ક્લિક કરી હતી. હવે આ તસવીરોમાં અંકિતા અને સંદીપ વચ્ચે જેવી રીતે બોંડિંગ દેખાઇ રહ્યું છે તેને જોઇ ફેન્સ ખુબ જ નારાજ છે. આ દરમિયાન ફેન્સ વિચારી રહ્યાં છે કે સુશાંત સિંહ રાજપૂતના નિધનમાં સંદીપ પોતાની પબ્લીસિટીની રોટલી સેકી રહ્યો છે.

તે અવી પણ વાત છે કે બ્રેકઅપ થઇ ગયા બાદ પણ અંકિતા, સુશાંત નજીક હતા. જ્યારે તેણીને સુશાંતના સમાચાર મળ્યા તો તે અંદરથી તૂટી ગઇ હતી અને સુશાંતના પરિવારને મળવા તેના બાંદ્રા ફ્લેટમાં ગઇ હતી. આ દરમિયાન તેના પગ લથડિયા ખાતા હતા અને આંખમાં આંસુ હતા. એક ક્ષણ માટે તો તેણીને રોતા રોતા દિવાલનો સહારો પણ લેવો પડ્યો હતો.

સુશાંતના નિધન બાદ સંદીપે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. અને આ પોસ્ટની મદદથી તેઓએ સુશાંત અને અંકિતાની બોન્ડિંગને લઇને પણ ઘણી વાતો કરી હતી. ઉલ્લેખનીય છે કે સંદીપ સિંહ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો જૂનો મિત્ર છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page