Only Gujarat

FEATURED International

પાંચ વર્ષથી મહિલા અહીંયા કરતી હતી કચરા-પોતા, એક જ દિવસમાં બની ગઈ તે જ ઓફિસની શેઠાણી

વર્ષ 2020એ લોકોને નસીબ પર ભરોસો કરવાની શીખવી દીધું છે. આ વર્ષે એવી અનેક વસ્તુઓ થઈ, જેની કોઈએ કલ્પના પણ નથી કરી. આખરે કોણે વિચાર્યું હતું કે, એક સમય એવો આવશે કે જીવ બચાવવા માટે લોકો પોતાના ઘરની બહાર નિકળવાનું બંધ કરી દેશે. નસીબનો ખેલ આવો જ છે. અહીં ક્યારેય કાંઈ પણ થઈ શકે છે. આ જ કિસ્મતે 2020માં તકદીર બદલી નાખી રશિયામાં રહેતી એક મહિલાની. આ મહિલા વર્ષોથી એક ઑફિસમાં કચરા-પોતા કરતી હતી. પરંતુ તેને બિલકુલ અંદાજ નહોતો કે એક દિવસ તે એની માલિક બની જશે. આજ મહિલા એ ઑફિસની બૉસ છે અને તમામ લોકો તેની નીચે કામ કરે છે. આવો તમને જણાવીએ કે કેવી રીતે એ કામવાળી બની ગઈ માલિક…

કિસ્મત પલટવાનો એક મામલો રશિયાથી સામે આવ્યો છે. જ્યાં એક ઑફિસની સફાઈ કર્મચારીને કોઈ તૈયારી વિના ચૂંટણીમાં ઉતારી દેવામાં આવી. પરંતુ કિસ્મતની બળવાન આ મહિલાએ ચૂંટણી જીતીને ઈતિહાસ રચી દીધો.

થયું એવું કે, રશિયામાં ગત દિવસોમાં સ્થાનિક ચૂંટણી થઈ. તેમાં પોવાલીખિનોમાં પણ ચૂંટણીની તૈયારી થઈ.

જે પદ પર ચૂંટણી થઈ રહી હતી, તે આખા ગામમાંથી માત્ર રાષ્ટ્રપતિ પુતિનની પાર્ટીમાંથી એક ઉમેદવાર હતો. ઉમેદવારની ઓળખ Nikolai Loktevના રૂપમાં થઈ.

ચૂંટણીમાં પારદર્શિતા માટે બીજો ઉમેદવાર ઉભો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. જ્યારે કોઈ પોતાની મરજીથી સામે ન આવ્યું તો ગામની એક મહિલાને ચૂંટણીમાં ઉતારવામાં આવી.

આ મહિલના એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગમાં લગભગ 5 વર્ષથી કચરા-પોતા કરતી હતી. મહિલાનું નામ Marina Udodskaya હતું. તેણે ચૂંટણી માટે કોઈ જ પ્રચાર નહોતો કર્યો.

નિકોલાઈને લાગ્યું કે મહિલા ચૂંટણી હારી જશે અને તે પોતાના પદ પર જ રહેશે. પરંતુ જ્યારે ચૂંટણીના પરિણામો સામે આવ્યો તો તેમાં લોકો પરેશાન થઈ ગયા, સફાઈકર્મી ચૂંટણી જીતી ગઈ.

35 વર્ષની મરીનાને 62 ટકા લોકોએ મત આપ્યો. તો હવે તે 155 કિમી વિસ્તારમાં ફેલાયેલા પોવાલિકા જિલ્લાની જવાબદારી સંભાળે છે. આ જીત બાદ તે ખૂબ જ ઉત્સાહિત છે.

મરીના પોતાના ક્ષેત્રમાં કામ કરવા માટે ઉત્સાહિત છે. તેને ડેવલપમેન્ટના પ્લાન્સ બનાવ્યા છે. આ ચૂંટણી અને તેના પરિણામો બંને જ ઐતિહાસિક બની ગયા છે.

You cannot copy content of this page