લક્ઝૂરિયસ કારમાં શાહરુખ આવ્યો દીકરીને મૂકવા, માસ્કમાં છુપાવ્યો ચહેરો

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં બીજીવાર જોઇનિંગ કરવા માટે શુક્રવારે રાત્રે રવાના થઈ હતી. આ દરમિયાન કિંગ ખાન નાના દીકરા અબરામ ખાન સાથે દીકરીને એરપોર્ટ પર ડ્રોપ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાન પોતાની ફેન્સી કાર ડ્રાઈવ કરતો જોવા મળ્યો હતો.

શાહરુખ ખાન બંને બાળકોને લઇ પોતાની ફેન્સી કારમાં એરપોર્ટ પહોંચ્યો હતો. જેના પર દરેક લોકોની નજર હતી. શાહરૂખની સુંદર ગાડીની આસપાસ તેમના બોડીગાર્ડ ઊભા હતા. આ ફોટોમાં તમે અબરામ અને બોડીગાર્ડ અને જોઈ શકો છો.

જ્યારે શાહરૂખ ખાન દીકરી સુહાના ખાનને એરપોર્ટની અંદર મુકવા ગયા ત્યારે અબરામ કારમાં તેમની રાહ જોતો હતો. અબરામે બ્લેક કલરનું માસ્ક પહેર્યું હતું અને બ્લુ ટીશર્ટ સાથે બ્લેક જેકેટ પહેર્યું હતું.

સુહાના ખાન કોરોનાવાઇરસના લીધે લૉકડાઉનમાં મુંબઈમાં જ હતી. તે પોતાની બાળપણની ફ્રેન્ડ અનન્યા પાંડે, શનાયા કપૂર અને નવ્યા નવેલી નંદા સાથે પાર્ટી કરતાં જોવા મળી હતી. આ ઉપરાંત સુહાના પરિવાર સાથે દુબઈમાં વેકેશન માણવા પણ ગઈ હતી.

જોકે હવે સુહાનાનો બીજીવાર સ્ટડી શરૂ કરવાનો સમય આવી ગયો છે. સુહાના ખાન ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં એક્ટિંગ અને ફિલ્મ મેકિંગની સ્ટડી કરી રહી છે. સુહાના એરપોર્ટ પર બ્લેક માસ્કમાં તેના પિતા શાહરુખ સાથે જોવા મળી હતી. તેમણે બ્લેક પેન્ટ અને બ્લૂ ડૅનિમ જેકેટ પહેર્યું હતું.

શાહરૂખ ખાનને તેમના આઉટફિટમાં ઓળખવો મુશ્કેલ હતો. તેમણે ડેનિમ જિન્સ સાથે વ્હાઇટ ટીશર્ટ અને ઓલિવ ગ્રીન કલરનું જેકેટ પહેર્યું હતું. તેમણે પણ બાળકોની જેમ બ્લેક કલરનું માસ્ક પહેર્યુ હતું. સાથે જ બ્લેક કલરની કેપ પણ પહેરી હતી.

You cannot copy content of this page