Only Gujarat

FEATURED Gujarat

‘તે ઈચ્છતી હતી કે હું ડો. દુબેની શારીરિક સંબંધની માગ પૂરી કરું, તેઓ સતત રિલેશન અંગે ત્રાસ આપતા’

નવસારીની નર્સ મેઘા આચાર્યના આપઘાત કેસમાં વધુ બે પાનાંની સુસાઇડ નોટ મળી આવી છે અને તેમાં કરાયેલા ચોંકાવનારા ખુલાસા બાદ કેસમાં નવો વળાંક પણ આવ્યો છે. મેઘા પાસેથી મળેલી સુસાઇડ નોટમાં પતિ અને સાસરિયાઓ પર દહેજ અને શારીરિક ત્રાસ આપવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. મેઘાએ લખ્યું છે કે ઘરે પતિ શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. જ્યારે નવસારી સિવિલમાં સર્જન ડો. દુબે સાથે શારીરિક સંબંધ રાખવા ત્રાસ આપતા હતા. જેથી કંટાળીને તેણે એક સમયે ઘર પણ છોડી દીધું હતું. આ કેસમાં પોલીસે ડો. દુબે, મેઘાના પતિ અંકિત ખંભાતી અને સાસુની અટકાયત કરી છે. કોરોના ટેસ્ટ પછી તેમની ધરપકડ કરાશે.

નવસારી સિવિલ હોસ્પિટલમાં બજાવતી નર્સ મેઘા આચાર્ય (ઉં.વ. 27)ના આપઘાતના કેસમાં તેણે લખેલી સુસાઈડ નોટના વધ બે પાનાં મળી આવ્યા છે. જેમાં તેણે પોતે કેમ આપઘાત કર રહી છે એ લખ્યું છે. મેઘાએ અંગ્રેજીમાં લખેલી ચીઠ્ઠીમાં જણાવ્યું છે કે, જો હું મૃત હાલતમાં મળી આવું તો પ્લીઝ મારાં સાસુ અને પતિની તપાસ થવી જોઈએ. તેમણે દહેજ માટે મને ત્રાસ આપ્યો છે. મારા પતિએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે, જેથી મેં ઘર છોડી દીધું હતું. જ્યારે અહીં મેટ્રન તારા ગામિતે મને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

તે ઈચ્છતી હતી કે હું સિવિલ સર્જન ડોક્ટર દુબેની શારીરિક સંબંધની માગ પૂરી કરું. તે સતત સંબંધ બાંધવા અંગે ત્રાસ આપતા હતા. પરંતુ મેં ના કહી દેતા મેટ્રન વનિતાએ ફરજ દરમિયાન જ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. હું ખુબ દબાણમાં હતી. જો મને કંઈ થાય તો આ તમામ લોકો તેના માટે જવાબદાર છે.

આ સમગ્ર મામલે મેઘા આચાર્યની માતાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, હોસ્પિટલની મેટ્રન તારા ગામિત ડો. અવિનાશ દુબે સાથે શારીરિક સંબંધ બનાવવા દબાણ કરી ત્રાસ આપતી હતી. પરંતુ તે માટે મેઘા તૈયાર નહોતી અને તેથી મેઘાને ઓફિસમાં ડોક્ટર દુબે બોલાવતો હતો, પરંતુ મેઘા ત્યાં પણ જતી ન હતી. જેથી ડો. અવિનાશ દુબે ઘરે આવી ગયો હતો અને મેઘા સાથે અશ્વીલ વર્તન કર્યું હતું.

તે સમયે મેઘાની માતાએ દુબેને કહ્યું હતું કે, મારા ઘરે આવું નહીં ચલાવી લેવામાં આવે. આમ કહીને મેઘાની માતાએ હવસખોર ડોક્ટર દુબેને ઘરની બહાર કાઢી મુક્યો હતો. આ ઘટના બાદ તો ડૉ. દુબે વધુ માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો અને તેનાથી કંટાળીને મેઘા રોજ રડતી હતી.

ઉલ્લેખનીય છે કે નવસારીના સિવિલ હોસ્પિટલમાં રહેતી મેઘા આચાર્ય નામની (ઉં.વ. 27)એ કોરોના વોરિયર નર્સે 21મી ઓક્ટોબરની મધરાત્રિએ ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેની પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

જેમાં મેઘાએ આરોપ લગાવ્યો હતો કે, ઘણા સમયથી મેટ્રન તારા ગામિત અને વનિતા પટેલ તરફથી તેને સિવિલ સર્જન ડો. અવિનાશ દુબે સાથે શરીર સંબંધ બનાવવા દબાણ કરવામાં આવતો હતો. છ પાનાંની સુસાઈડ નોટમાં મેઘાએ પોતાની વ્યથા રજૂ કરીને કેમ આપઘાતનું પગલું ભરી રહી છે એ જણાવ્યું હતું.

You cannot copy content of this page