Only Gujarat

Gujarat TOP STORIES

વહુએ સળિયાના ફટકા મારી સાસુને પતાવી દીધા, ભરાયા લોહીના ખોબોચિયા

અમદાવાદ: ઘર કંકાસમાં ખૂની ખેલ ખેલાયો હોવા તેવી ઘટના અમદાવાદના ગોતા વિસ્તારમાં બની છે. પુત્રવધૂએ સાસુને રોડ મારીને તેમની હત્યા કર્યા બાદ લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યાર બાદ દોઢ કલાક સુધી પુત્રવધૂ ઘરમાં પડેલું લોહી સાફ કરતી જોવા મળી હતી અને પતિ બારીના રસ્તેથી અંદર આવતાં હત્યાનો પર્દાફાશ થયો હતો. સોલા પોલીસે આરોપી ગર્ભવતી મહિલાની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને જોત જોતામાં લોકોના ટોળાં વળી ગયા હતાં.

સાસુ-વહુ વચ્ચે અવાર-નવાર થતાં ઝઘડા: અમદાવાદના ગોતા વિસ્તારના રોયલ હોમ્સમાં પુત્રવધૂએ સાસુની હત્યાની ઘટના પ્રકાશમાં આવતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘર કંકાસનો કરુણ અંજામ આવ્યો હોવાનું સામે આવ્યું છે. સાસુ-વહુ વચ્ચેના ઝઘડા અવરા-નવાર થતાં જ હોય તેવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ સામાન્ય ઝઘડામાં સાસુ વહુ વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો હોય તેવી ઘટના અમદાવાદમાં આજે બની હતી. રોયલ હોમ્સમાં રહેતી અને તસવીરમાં જોવા મળતી આ વહુએ પોતાની સાસુની હત્યા કરી છે.

મોડી રાતે સાસુ અને વહુ વચ્ચે થયો ઝઘડો: ગોતા વિસ્તારમાં આવેલા રોયલ્સ હોમમાં 103 નંબરનાં મકાનમાં મોડી રાતે બે મહિલાઓ વચ્ચે ઝઘડો થયો તેવો અવાજ આવતો હતો. ઝઘડો એટલો ઉગ્ર હતો કે, અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ઉઠી ગયા હતા અને પાડોસીઓએ તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં પણ અચાનક ઝઘડનો અવાજ શાંત થઈ ગયો હતો. એટલે પાડોશીઓ ને લાગ્યું કે ઝઘડો બંધ થઈ ગયો પરંતુ ઘરમાં તો ખૂનીખેલ ખેલાઈ ગયો હતો, જે બહાર ઉભેલા લોકોને ક્યાંથી ખબર હોય કે પુત્રવધુએ સાસુને મોતના ઘાટ ઉતારી દીધી હતી.

સમગ્ર ઘટનાનો આ રીતે થયો પર્દાફાશ: આરોપી પુત્રવધૂ નિકિતાએ સાસુ રેખાબેન અગ્રવાલને લોખંડના રોડથી હત્યા કરીને લાશને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં તેના હાથ પણ દાઝી ગયા હતાં. આ ઘટના દરમિયાન નિકિતાનો પતિ દિપક સીડીઓથી ઘરની બારીમાંથી ઘરની અંદર પ્રવેશ કર્યો ત્યારે માતાની લાશ લોહીથી લથબથ પડી હતી જે જોઈને પુત્ર પણ બે ઘડી સ્તબ્ધ થઈ ગયો હતો. સાસુની હત્યાને લઈને સોલા પોલીસે વહુ નિકિતાની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી તેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, હત્યા કરનાર પુત્રવધૂ નિકિતાને 1 મહિનાનો ગર્ભ છે. પુત્રવધૂના સસરા સાથે આડસંબંધની શંકાને લઈને છેલ્લા 10 દિવસથી ઘરમાં કંકાસ ચાલી રહ્યો હતો. નિકિતાના ગર્ભમાં રહેલું બાળક સસરાનું હોવાનું સાસુએ આક્ષેપ કર્યો હતો.

10 મહિના પહેલા જ કર્યાં હતાં લગ્ન: મૂળ રાજસ્થાનનો અગ્રવાલ પરિવાર 6 મહિના અગાઉ જ ગોતાના રોયલ હોમ્સમાં રહેવા આવ્યો હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું. મારબલનો બિઝનેસ કરતા દિપક અગ્રવાલ પત્ની નિકિતા તેમજ માતા રેખાબેન અને પિતા રામનિવાસ સાથે રહે છે. 10 મહિના પહેલા જ નિકિતા અને દિપકના લગ્ન થયા હતા. લગ્ન બાદ સામાન્ય બાબતે સાસુ રેખાબેન અને નિકિતા વચ્ચે ઝઘડાઓ થતાં હતાં. સાસુ ઘરની બહાર નીકળવા નહીં દેતાં તેમજ મ્હેંણાં ટોણા મારતા હતા જેના કારણે હત્યા કરી હોવાનું નિકિતાએ પોલીસ તપાસમાં જણાવ્યું હતું.

ઘટનાની પોલીસે શરૂ કરી તપાસ: પોલીસ તપાસમાં નિકિતા ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ હત્યા સામાન્ય ઘરકંકાસ છે કે અન્ય કોઈ કારણોસર કરવામાં આવી છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. બીજીતરફ આરોપીના પતિનો કોઈ રોલ છે કે કેમ તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

You cannot copy content of this page