Only Gujarat

Bollywood FEATURED

સુશાંતસિંહ રાજપૂતને યાદ કરી રહી છે આ અભિનેત્રી, ડાન્સ કરતો વીડિયો કર્યો શેર

સુશાંતસિંહ રાજપૂતનાં નિધનને લગભગ એક મહિનાનો સમય વીતી ગયો છે. પરંતુ સુશાંતના પ્રિયજનો હજી તેને યાદ કરી રહ્યા છે. જેમની સાથે સુશાંતે સુંદર અને યાદગાર સમય પસાર કર્યો છે તે લોકો તે યાદોને અત્યાર સુધી શેર કરી રહ્યાં છે. આ કડીમાં સુશાંત સિંહ રાજપૂતની સાથે અભિનય કરનારી અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જીએ પણ સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતા એક વીડિયો શેર કર્યો છે.

અભિનેત્રી સ્વસ્તિકા સુશાંતની સાથે વ્યોમકેશ બક્ષી ફિલ્મમાં જોવા મળી હતી. તેણે સુશાંત સાથે ઘણી અદભૂત પળો વિતાવી છે. સ્વસ્તિકાએ શેર કરેલા આ વીડિયોમાં સુશાંત અને સ્વસ્તિકા ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયો જોઈને કહી શકાય કે ,સુશાંત કેટલો ફન લવિંગ હતો. આ વીડિયોને સ્વસ્તિકાએ સુશાંતની યાદમાં શેર કર્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે ‘તેણે કેજી સાથે ડાન્સ કર્યો અને પછી મારી સાથે પણ.

હું તેને હંમેશા આ રીતે યાદ કરીશ. સિંપલ, ફન લવિંગ, ખુશ… સ્ટાર્સની સાથે ડાંસ કરતો રહેજે. પ્રેમ’. સુશાંતના મૃત્યુ પછી પણ સ્વસ્તિકા સુશાંત સાથે એક તસવીર શેર કરી હતી.

આ તસવીર દ્વારા તેમણે સુશાંત પ્રત્યે ખોટી સહાનુભૂતિ દર્શાવનારાઓ માટે કટાક્ષ કર્યો હતો. સ્વસ્તિકાએ આવા લોકોને સીધું કહ્યું હતું કે સુશાંતને ગુમાવ્યા બાદ તેઓ RIP લખવાનો ઢોંગ કેમ કરે છે.

ઉલ્લેખનીય છે કે સુશાંત અને સ્વસ્તિકા ફિલ્મ ‘ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી’ માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન દિબાકર બેનર્જીએ કર્યું હતું.

ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. આ સિવાય હવે બંને સુશાંતની આગામી ફિલ્મ ‘દિલ બેચરા’માં પણ જોવા મળશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page