Only Gujarat

FEATURED National

વેપારીએ ‘કરામતી બલ્બ’ ખરીદ્યો નવ લાખમાં, ઘરે લાવ્યો તો પછાડવા લાગ્યો માથું

દિલ્લીના એક વેપારીને બરેલીમાં કેટલાક ઠગોએ કરામતી બલ્બના નામે નવ લાખનો ચૂનો લગાવ્યો. થયું એવું કે ત્રણ યુવકોએ એક વેપારીને કથિત રીતે નવ લાખમાં કરામતી(જાદુઈ) બલ્બ વેચી નાખ્યો. ઠગોએ બિઝનેસમેનને ફસાવ્યો કે આ બલ્બના માધ્યમથી તેને સોના જેવી મોંઘી ધાતુઓની પ્રાપ્તિ થશે અને ઘરમાં સમૃદ્ધિ આવશે.

આરોપી લખીમપુર ખીરીનો છે. આરોપીએ ખાસ મેગ્નેટના માધ્યમથી બલ્બને અલગ-અલગ રીતે ચાલુ કરીને વેપારીનો વિશ્વાસ જીતી લીધો અને પછી તેને બલ્બ 9 લાખ રૂપિયામાં વેચીને ત્યાંથી ચાલ્યો ગયો. વેપારી કોરોના વાયરસની મહામારીના કારણે પોતાના કારોબારમાં નુકસાનનો સામનો કરવો પડી રહ્યો હતો અને તે સરળતાથી પૈસા કમાવા માંગતો હતો.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ત્રણ આરોપીઓ- છુટકન ખાન, માસૂમ ખાન અને ઈરફાન ખાનની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. તો પીડિત વેપારી અને ફરિયાદીની ઓળખ નિતેશ મલ્હોત્રાના રૂપમાં થઈ છે.

અંગ્રેજી અખબાર ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે આરોપીઓમાંથી એક મલ્હોત્રાને કથિત રૂપે કરામતી બલ્બ વેચવાની રજૂઆત કરી. પીડિતના પ્રમાણે આરોપીએ કહ્યું કે આ બલ્બ સમૃદ્ધિ પ્રદાન કરશે. મલ્હોત્રાને આરોપીઓના ઈરાદાઓ પર શંકા ન થઈ અને તેણે બલ્બને નવ લાખ રૂપિયામાં ખરીદી લીધો. જે એક સાધારણ બલ્બ નિકળ્યો.

આ મામલાને લઈને ખીરીના એસએસપી વિજય ઢુલે કહ્યું કે, ઈરફાન પર અડધો ડઝન છેતરપિંડીના મામલા છે. આ પહેલા તેની સામે એક માસૂમ સાથે છેતરપિંડીનો કેસ પણ દાખલ થયો છે. આ વર્ષે ઑક્ટોબરમાં, બે લોકોએ કથિત રીતે મેરઠમાં લંડનથી પાછા આવેલા એક ડૉક્ટરને અઢી કરોડ રૂપિયામાં અલાદીનનો ચિરાગ વેચ્યો હતો.

You cannot copy content of this page