Only Gujarat

FEATURED International

નહીં થાય વિશ્વાસ, પરિવાર રડતાં હતાં પરંતુ કૉફીનમાંથી શબ સતત હલાવતું રહ્યું હાથ ને પછી…

જકાર્તાઃ કોરોનાવાઈરસના કારણે દુનિયાના ઘણા લોકોને સમય કરતાં વહેલાં યમરાજનું તેડું આવી ગયું. આ જીવલેણ વાઈરસના કારણે દુનિયાભરમાં એટલાં બધાં મૃત્યુ થયાં કે, કબ્રસ્તાનોમાં લોકોને દફનાવવા માટે જગ્યા ખૂટી પડી. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો પોસ્ટ થયો છે, જેમાં એક પરિવારે એક સભ્યના અંતિમ સંસ્કાર કર્યા, પરંતુ લોકોએ જ્યારે આ વીડિયો જોયો ત્યારે તેમને પોતાની આંખ પર વિશ્વાસ ના આવ્યો. કૉફીનની ઉપરના કાચમાંથી શબ પોતાનો હાથ હલાવી રહ્યું હતું. ત્યારબાદ હવે લોકો એ ચર્ચા કરી રહ્યા છે કે, શું પરિવારજનોએ યુવાનને જીવતો જ દફનાવી દીધો?

મળેલી માહિતી અનુસાર, આ ઘટના 5 મેની છે. ઈન્ડોનેશિયાના મનડોના રહેવાસી એક પરિવારે પોતાના ઘરના એક સભ્યના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર કર્યા. વીડિયોમાં પાદરી લાશની આત્માની શાંતિ માટે મંત્રજાપ કરતા જોવા મળે છે અને આ દરમિયાન પરિવારજનો રડતા જોવા મળે છે. અંતિમ સંસ્કારનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે. બધા જ રીતિ-રિવાજો બાદ શબને દફન કરવામાં આવ્યું અને બધાં ઘરે પાછાં ફર્યાં.

પરંતુ પછી જ્યારે તેમણે વીડિયોને જોયો તો આશ્ચર્યચકિત રહી ગયા. વીડિયોમાં તાબૂતની અંદર શબ હાથ હલાવી રહ્યું હતું. આ જોઇને ઘરવાળાં ડરી ગયાં. તેમણે આ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. જેનાથી ચારેય બાજુ વીડિયો ચર્ચામાં છવાઇ ગયો છે.

ઘણા લોકોનું કહેવું છે કે, યુવાન જીવિત હતો અને તે હાથ હલાવીને મદદ માંગી રહ્યો હતો. પરંતુ કોઇએ તેના પર ધ્યાન જ ના આપ્યું અને તેને દફનાવી દીધો. તો કેટલાક લોકોનું કહેવું છે કે, આ શબ નથી, એક ઊંદર છે, જે તાબૂતમાં ઘૂસી ગયો હશે. તેને જ કાચમાંથી ઉછળ-કૂદ કરતો જોયો.

તો એક્સપર્ટ્સે આ વીડિયો પર કમેન્ટ કરી છે કે, ઘણીવાર મૃત્યુ બાદ શબ હાથ-પગ હલાવે છે. તેને રોગોર મોર્ટિસ કહેવાય છે. તેમાં ડેડબોડી આળસ મરડે એમ કરે છે, જેને જોઇને એમ જ લાગે છે કે, તે જીવે છે.

જોકે, આ વીડિયો જોઇને યુવાનનાં ઘરવાળાં આઘાતમાં છે. તેમને એમ જ લાગે છે કે, જો યુવાન જીવતો હતો તો, તેમણે તેને એમ જ જીવતો દફનાવી દીધો. તેના મૃત્યુ પાછળ પરિવારના લોકો જ જવાબદાર છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page