Only Gujarat

National

દીકરીને વળાવે તે પહેલાં જ પિતાએ દુનિયાને અલવિદા કહ્યું, જોનારાની આંખમાં પણ ભીની થઈ ગઈ

રાજસ્થાનના દૌસા જિલ્લામાંથી એક દુખદ સમાચાર મળ્યા છે. વાસ્તવમાં દીકરીનાં લગ્નના દિવસે જ દુલ્હનના પિતાનું મૃત્યુ થયું હતું. તેઓ કન્યાદાનની તૈયારી જ કરી રહ્યા હતા, ત્યાં તેમના શ્વાસ થંભી ગયા. દીકરીને વિદાય કરવાની તૈયારી કરી રહેલ પિતાએ જ દુનિયામાંથી વિદાય લઈ લીધી.

દરેક પિતાની જેમજ દૌસા જિલ્લામાં રહેતા કિશોર મલ સૈનીની દીકરી હરસતનાં પણ લગ્ન થવાનાં હતાં. તેમની કન્યાદાન કરવાની ઈચ્છા પૂરી થાય એ પહેલાં જ નીયતિએ તેમની સાથે ક્રૂર ખેલ રમી લીધો. જે ઘરમાં થોડા જ કલાકો બાદ જાન આવવાની હતી અને થોડા જ કલાકો પહેલાં પિતાની અર્થી ઉઠી. એકતરફ અઢળક ખુશીઓ હતી ત્યાં આ સમાચાર મળતાં જ સૌની આંખો ભીની થઈ ગઈ. શરણાઈની ગુંજ વચ્ચે જ આખા ગામમાં માતમ ફેલાઈ ગયો.

એક તરફ આખો પરિવાર દીકરીનાં લગ્ન માટે મંડપ સજાવી રહ્યો હતો ત્યાં થોડી વાત બાદ પિતાની અર્થી પર ફૂલ સજાવવામાં આવ્યાં. આ દુખદ ઘટના દૌસા જિલ્લાના નાંગલ રાજાવતાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બડગાંવ કસબાની છે.

પોલીસે જણાવ્યું કે, કિશોર સૈનીની દીકરી આચુકીનાં લગ્ન 15 ફેબ્રુઆરીના રોજ થવાના હતાં. 14 ફેબ્રુઆરીએ ઘરે ઘણાં આયોજનો હતાં, ઘર આખુ મહેમાનોથી ભરેલું હતું અને માતા-પિતા તેમજ પરિવારના લોકો લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા. આ દરમોયાન સાંજે પિતા કિશોર સૈનીને થાક લાગવા લાગ્યો. તેઓ પોતાના ઓરડામાં આરામ કરવા ગયા. થોડી જ વાતમાં તેમને તાવ આવ્યો તો તેઓ નજીકના એક ક્લીનિકમાં ગયા.

ક્લિનિકમાં હાજર સ્ટાફે તેમને ઈંજેક્શન આપ્યું, તો ઈંજેક્શન બાદ તેમની તબિયત વધારે ખરાબ થઈ. શરીરમાં ખંજવાળ આવવા લાગી અને લોહી વહેવા લાગ્યું. તેમને તરત જ જિલ્લા હોસ્પિટલ સૌસા લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મૄત્યુ થઈ ગયું હતું. હોસ્પિટલમાંથી આ સૂચના કોતવાલી પોલીસને આપવામાં આવતાં જ પોલીસ ત્યાં પહોંચી ગઈ.

કલેક્ટર કમર ચૌધરીને સૂચના મળતાં જ તેમણે પરિવારજનોની વિનંતિના આધારે રાત્રે જ પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપી દીધી. પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે લગભગ સાડા અગિયાર વાગે શબના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એક તરફ આખા કસ્બામાં મોતનો મલાજો હતો ત્યાં દીકરીની હાલત રડી-રડીને ખરાબ થઈ ગઈ. તે વારંવાર બેભાન થઈ રહી હતી. પરિવારના સભ્યોની હાલત પણ ખરાબ છે.

You cannot copy content of this page