Only Gujarat

National

હાર્ટ સર્જરી માટે આવેલાં બાળકને થયો કોરોના, 24 કલાકમાં મોત, અરેરાટીભર્યો કિસ્સો

કોરોનાના કારણે દેશભરમાં અત્યાર સુધીમાં 700થી વધુ લોકોના મોત થયા છે. તેનાથી મરતા લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે. પરંતુ તે દરમિયાન કેરળમાં એક સમાચાર સામે આવ્યા જેણે બધાને રડાવ્યા હતા. જ્યાં 4 મહિનાના બાળકનું ચેપ લાગવાથી મોત નીપજ્યું હતું. આ દર્દનાક ઘટનાને જે ડોક્ટરે જોઈ તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તો જે સમયે, આરોગ્ય કર્મચારીઓ દ્વારા નિર્દોષની લાશને દફનાવવામાં આવી હતી, ત્યારે તેઓ પણ રડી પડ્યા હતા.

વાસ્તવમાં, શુક્રવારે કોઝિકોડની મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવે છે કે બાળકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ એક દિવસ પહેલા આવ્યો હતો અને 24 કલાક પછી માસુમનું મોત નીપજ્યું હતું.

ડોકટરોના જણાવ્યા અનુસાર બાળકને ઓપન હાર્ટ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની તબિયત બગડ્યા બાદ જ્યારે તેનો કોરોના ટેસ્ટ કરાવાયો તો તે પોઝીટીવ આવ્યો હતો. હોસ્પિટલના આરોગ્ય કર્મચારીઓ દ્વારા માસુમની લાશને કોઝિકોડની કન્નામ્બરમ મસ્જિદમાં દફનાવવામાં આવી હતી. તે એટલી દુખદ ક્ષણ હતી, કે બાળકનો છેલ્લીવાર ચહેરો તેના માતાપિતા પણ જોઈ શક્યા ન હતા.

મળતી માહિતી મુજબ બાળકને હાર્ટ ડિસીઝ અને ન્યુમોનિયા હતો. તેના માતાપિતા મલપ્પુરમના રહેવાસી છે. બાળકના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ડોકટરોએ માતા-પિતા અને અન્ય સંબંધીઓના નમૂના પણ લીધા છે. જોકે પીડિત પરિવાર કહે છે કે અમે ફક્ત અમારા દીકરાની સારવાર માટે હોસ્પિટલમાં આવતાં હતાં, શક્ય છે કે તેને અહીંથી ચેપ લાગ્યો હોય.

બાળકને દફન કર્યા પછી, આરોગ્ય કર્મચારીઓ આ રીતે પોતાને સેનેટાઈઝ કર્યા હતા.

You cannot copy content of this page