Only Gujarat

FEATURED National

21 વર્ષની ઉંમરે કલેક્ટર બનવાનું વિચાર્યું પણ વગર ક્લાસિસે બની ગયો IAS

નવી દિલ્હી: કોઈએ સાચું જ કહ્યું છે કે, જો જીવનમાં કંઈક મેળવવાની ઈમાનદારીથી પ્રયાસો કરવામાં આવે તો મંજીલ સુધી પહોંચી જ જવાય છે. સફળતા માટે ફક્ત જરૂરી છે જોશ અને લગનની. વ્યક્તિ પોતાની મહેનત અને જોશનાં દમ પર મોટામાં મોટા મુકામ મેળવી શકે છે. આજકાલ ઘણીવાર જોવામાં મળે છે કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ઘણીવાર એક અથવા બે વાર અસફળ થયા બાદ નર્વસ થઈ જાય છે. તેઓ પોતાનું સંતુલન ખોઈ બેસે છે. તેમને લાગવા લાગે છે કે, તેઓ સફળ નહીં થાય તો જીવનમાં શું કરશે. તેમને આગળનો રસ્તો સુઝતો નથી.

પ્રિયાંક કિશોર બક્સરનો રહેવાસી છે, તેમના પિતા કમલ કિશોર પોલીસ ઈન્સ્પેક્ટર છે. જોકે, તેમને પ્રમોશન આપીને ડીએસપી બનાવવામાં આવ્યા છે. પ્રિયાંકની શરૂઆતનું ભણતર જમશેદપુરમાં થયું હતું. તેણે હાઈસ્કૂલ સેંટ ઝેવિયર્સ અને 12મું ધોરણ સેંટ ઝેવિયર્સ શ્યામલીથી કર્યાં બાદ દિલ્હીની રામજસ કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

પ્રિયાંક ભણવામાં પહેલાંથી જ હોશિયાર હતો. પ્રિયાંકને UPSCની પ્રેરણા તેના પિતા પાસેથી મળી હતી. તેના પિતા પોલીસ ઈન્સ્પેક્ટર હતા અને તે પ્રિયાંકને IPS અને IAS વિશે જણાવતા હતા. આ બધાંથી પ્રિયાંકનાં મનમાં એક લાલસા UPSC માટે રહેતી હતી.

પ્રિયાંકે PGના ભણતરની સાથે 21 વર્ષની ઉંમરમાં UPSCની તૈયારી કરવાનો વિચાર કર્યો હતો. તેનું સપનું કલેક્ટર બનવાનું હતું. તેણે શરૂઆતમાં સેલ્ફ સ્ટડી પર ફોક્સ કર્યું હતું. તેણે કોઈ પણ કોચિંગ જોઈન કર્યું ન હતું.

વર્ષ 2018માં 22 વર્ષની ઉંમરમાં જ તેણે પહેલીવાર UPSCની પરીક્ષા આપી હતી. પ્રિયાંકે પહેલી જ વારમાં સેલ્ફ સ્ટડીથી UPSCની પરીક્ષા પાસ કરી હતી. તેમાં તેનો 274મો રેન્ક મેળવ્યો હતો.

UPSCની પરીક્ષાની તૈયારી દરમિયાન પ્રિયાંકથી એક ભૂલ નિબંધની તૈયારીમાં થઈ હતી. તે પરીક્ષા પહેલાં નિબંધ લખવાની તૈયારી માટે કોઈ પણ ટેસ્ટ સીરિઝમાં સામેલ થયો ન હતો. તેની સીધી અસર નિબંધ લેખન પર પડી હતી. તેમ છતાં તેણે પરીક્ષા પાસ કરી લીધી હતી.

પ્રિયાંક કિશોર બક્સરનો રહેવાસી છે, તેમના પિતા કમલ કિશોર પોલીસ ઈન્સ્પેક્ટર છે. જોકે, તેમને પ્રમોશન આપીને ડીએસપી બનાવવામાં આવ્યા છે.

You cannot copy content of this page