Only Gujarat

FEATURED National

પરિણીત મહિલા અન્ય પુરુષના પ્રેમમાં બની અંધ, કર્યું એવું કામ કે નહીં કરી શકો વિશ્વાસ!

જલંધરઃ પંજાબના જલંધરમાં ગત દિવસોમાં માથા વગરની એક લાશ બોરીમાં મળવાનો એક ચોંકાવનારાના કેસનો ખુલાસો થયો હતો. આ વ્યક્તિની હત્યા બીજા કોઇએ નહીં પરંતુ તેની પત્નીએ જ કરી હતી. જેની પાછળ પ્રેમ પ્રસંગને કારણભૂત ગણવામાં આવ્યું હતું. મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિનું માથું કાપી જમીનમાં દાટી દીધું અને ધડને બોરીમાં બાંધી ફેંકી દીધું હતું. મહિલાની ધરપકડ કરવામા આવી છે, જ્યારે તેના પ્રેમીની ધરપકડ કરવાનો પ્રયત્ન ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, 27 ફેબ્રુઆરીની રાત્રે સરબ મલ્ટીપ્લેક્સની નજીક એક ખાલી પ્લોટમાં બોરીમાં બંધ એક લાશ મળી હતી. જેનું માથું ગાયબ હતું. મૃતકની ઓળખ ગદઈપુરના રહેવાસી મજૂર બાબૂ લાલ તરીકે કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બાબૂ લાલની પત્ની પ્રભાવતીના ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર નિવાસી રાધેશ્યામ સાથે પ્રેમ સંબંધો છે. તે બાબૂ લાલને તેના પ્રેમ સંબંધોમાં અડચણ માનતી હતી. એટલે જ તેણે બાબૂ લાલનો કાંટો રસ્તામાંથી કાઢવા માટે કાવતરું ઘડ્યા બાદ તેણે રાધેશ્યામને ઘરે બોલાવ્યો. રાત્રે બાબૂ લાલ ઘરે આવ્યો એટલે બંનેએ સાથે મળી તેની હત્યા કરી નાખી.

શબને બોરીમાં બાંધી પઠાણકોટ ચોક પાસે ફેંકી દીધું અને માથાને કાપી બંને જણાં સાથે લઈ આવ્યાં. પહેલાં તેઓ માથાને બાળવા ઇચ્છતાં હતાં, પરંતુ કેરોસીન ના મળતાં તેમણે રંધાવા મેદાનમાં એક ઝાડ પાસે દાટી દીધું. ત્યારબાદ પ્રભાવતી રાધેશ્યામ સાથે પંચકૂલા જતી રહી. રાધેશ્યામ ત્યાં કોઇ ઓફિસમાં જીપ ચલાવતો હતો. થોડા સમય બાદ પ્રભાવતી પાછી આવી અને રાધેશ્યામ ત્યાં જ રોકાયો.

પોલીસ કમિશ્નર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું કે, પોલીસે આ બાબતની કડીઓ જોડી પ્રભાવતીની ધરપકડ કરી છે. રાધેશ્યામની ધરપકડ માટે પોલોસ રેડ પાડી રહી છે. તે પકડાઇ જાય પછી એ પણ સ્પષ્ટ થઈ જશે કે, હત્યા માટે ઉપયોગ કરાયેલ હથિયાર ક્યાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page