Only Gujarat

Bollywood FEATURED

Inside Photo: ક્રિસમસ પાર્ટીમાં સૈફ અલી ખાન અને પ્રેગ્નેન્ટ કરીનાનો આવો હતો અંદાજ

અભિનેત્રી કરીના કપૂર અને સૈફ અલી ખાને ફેમિલી અને મિત્રોની સાથે ક્રિસમસ પાર્ટી સેલિબ્રેટ કરી હતી. આની સાથે ડિનરની પણ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. કરીના કપૂરે પણ ડિનરની તસવરો ચાહકોની સાથે શેર કરી હતી.


કરીનાએ ડિનર માટે બ્લેક કલરની વન સ્ટેપ ડ્રેસ કૈરી કર્યો હતો. તસવીર શેર કરતાં કરીનાએ લખ્યું હતું કે, That warm, fuzzy feeling… Merry Xmas people ❤️❤️❤️.


સોહા અલી ખાન, કૃણાલ ખેમૂએ પણ કરીના અને સૈફે પાર્ટીમાં બોલાવ્યા હતાં. કૃણાલ વ્હાઈટ કલરના આઉટફિટમાં જોવા મળ્યો હતો જ્યારે સોહા રેડ કલરના ડ્રેસાં જોવા મળી હતી બન્ને ખુબસુરત લાગતાં હતાં.

કરિશ્મા કપૂર પણ ડિનર માટે પહોંચી હતી. તે ગ્રીન કલરની શિમરી ટોપ અને સ્કર્ટ પહેર્યો હતો. તેણે ક્રિસમસ હેયરબેંડ પણ લગાવી હતી.

કરિશ્માની સાથે તેની પુતરી સમાયરા પણ જોવા મળી હતી. તે બહુ જ કુલ લુકમાં જોવા મળી હતી. તેણે બ્લેક શોર્ટ ડ્રેસની સાથે લોંગ બ્લેઝર કૈરી કર્યું હતું. માતા-પુત્રી સાથે બહુ જ ક્યુલ લાગતા હતાં.

નતાશા પૂનાવાલા પણ પોતાના પતિ અદાર પુનાવાલની સાથે જોવા મળ્યાં હતાં. નતાશાએ વ્હાઈટ કલરનું આઉટફિટ પહેર્યું હતું. તેની સાથે બ્લેક બૂટ પહેર્યાં હતાં.

સોહા અલી ખાન, કરિશ્મા કપૂર અને કરીનાએ ડિનરની ઘણી તસવીરો શેર કરી હતી. જેમાં બધાંએ કેંડલ લાઈટ ડિનર એન્જોય કર્યું હતું.

કરીનાની વાત કરીએ તો તે બીજી વાર પ્રેગ્નેન્ટ છે. કરીના પ્રેગ્નેન્સી ફેઝને સારી રીતે એન્જોય કરી રહી છે. કરીના પ્રેગ્નેન્સીમાંપણ કામ પર સતત ફોક્સ રાખી રહી છે.

You cannot copy content of this page