Only Gujarat

Gujarat

પતિની અંતિમયાત્રાની તૈયારી ચાલતી હતી ને પત્નીનું પણ થયુ મોત

ગાંધીનગર જિલ્લાના કલોલમાં બંધ મકાનમાં થયેલા બ્લાસ્ટની ઘટના સર્જાઈ હતી જેમાં 27 વર્ષિય અમિત દવેનું મોત નિપજ્યું હતું. જોકે આ ઘટનામાં વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અમિત દવેની પત્ની પિનલબહેન પણ ઈજાગ્રસ્ત હતાં જેમને અમદાવાદ સિવિલ ખાતે સારવાર ચાલતી હતી જોકે આજે તેમનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. એટલે કે પતિની અંતિમયાત્રાની તૈયારી વખતે જ પત્નીનું મોત નિપજ્યું હતું.

ગાંધીનગરના કલોલમાં આવેલી પંચવટી વિસ્તારની ગાર્ડન સિટીમાં બંધ મકાનમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં આજે બીજું મોત નિપજ્યું છે. ઘટનામાં 27 વર્ષીય અમિત દવેનું ઘટનાસ્થળે મોત થયું હતું જોકે તેનાં પત્ની પિનલબેન અને દાદી હંસાબેન ગંભીર રીતે દાઝી જતાં અમદાવાદ સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન પિનલબેનનું મોત નિપજ્યું હતું.

મૃતક અમિતના પિતા જનકભાઈ દવે, માતા રેખાબેન અને ભાઈ રવિ કેનેડા રહેતાં હોવાને પગલે તેઓ ગુરુવારે કલોલ પહોંચ્યાં હતાં. પુત્રના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરતાં હતા ત્યારે પરિવારજનોને પુત્રવધૂ પિનલના મોતના પણ સમાચાર મળ્યાં હતાં, જેને પગલે પતિ-પત્ની બંનેના અંતિમસંસ્કાર સાથે કરવામાં આવ્યા હતાં. એકસાથે 2 અંતિમયાત્રા નીકળતાં પરિવાર સાથે સ્થાનિકોની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા હતાં.

મૃતક અમિતના પિતા જનકભાઈ દવે, માતા રેખાબેન અને ભાઈ રવિ અને ભાભી કેનેડા રહે છે. મૂળ લીંબડીના ચૂડાના દવે પરિવારનો અમિત પત્ની તેમજ દાદી સાથે ગાર્ડન સિટીમાં 159 નંબરના મકાનમાં ભાડે રહેતો હતો. આ ઘટના સર્જાઈ ત્યારે તે ત્રણેય ઘરમાં હતાં. યુવક ફર્નિચરની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતો.

બ્લાસ્ટમાં કાટમાળ નીચે દબાઈ જતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે રસોડામાં કામ કરતી પત્ની પિનલ દાઝી ગઈ હતી અને ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. જેને પગલે તેને સારવાર માટે અમદાવાદ સિવિલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારે એટલે ગઈ કાલે તેનું મોત નિપજ્યુ હતું.

બ્લાસ્ટમાં મરણ ગયેલ યુવકની ઘાયલ પત્નીનું પણ આજ રોજ મોત નીપજ્યું હતું. આ બન્ને ની અંતિમ યાત્રા જૂનાચોરા વિસ્તારના લવારવાસ માં રહેતા તેના માસી દક્ષાબેન જગદીશભાઈ શુક્લ ના ત્યાંથી કાઢવામાં આવી હતી.

You cannot copy content of this page