Only Gujarat

National TOP STORIES

ન જાણ્યુ જાનકી નાથે, સવારે શું થાશે! બહેનોએ ગુમાવ્યો એકનો એક ભાઈ, માતાની ઈચ્છા રહી ગઈ અધૂરી…..

હઝારીબાગઃ એક માતાને ખબર નહોતી કે લગ્નના થોડા દિવસ પહેલા જ તેના ઘરમાંથી જવાનજોધ દીકરાની અર્થ ઉઠશે. એક દુર્ઘટનામાં તેના દીકરાનું મૃત્યુ થઇ ગયું. મૃતક પોતાના પરિવારમાં એકમાત્ર પુત્ર હતો અને બે બહેનોનો એકનો એક ભાઇ હતો. દુર્ઘટના એક ગાયને બચાવવામાં બની. મૃતક પોતાની કારમાં નાનાના ઘરે હોળી મનાવી પોતાના ઘરે આવી રહ્યો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાયો જેમાં 26 વર્ષિય રાહુલ મિશ્રાનું મૃત્યુ થઇ ગયું, જે રાંચીમાં રેસ્ટોરન્ટ ચલાવતો હતો. આ દુર્ઘટના મંગળવારે તારીખ 10ના રોજ ઘટી જ્યારે રાહુલ લાંજી ભરદા પાસે પહોંચ્યો તો રસ્તામાં આડી ઉતરેલી ગાયને બચાવવાના ચક્કરમાં કાર બેકાબૂ બની ગઇ અને પુલમાં ટકરાઇ. ઘાયલ રાહુલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું. મૃતકના માથામાં ગંભીર ઇજા પહોંચી હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.


ઘટનાની જાણ થતા જ રાહુલના ફોઇના દીકરાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. 10 તારીખે મંગળવારે રાતે ઝારખંડના હજારીબાગમાં રાહુલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. રાહુલ હોળી મનાવવા માટે પોતાના નાના યુમના પાઠકના ઘરેથી પરત આવી રહ્યો હતો. તેમના નાના ગુમલા ચેટર પંડિત સોસાયટીમાં રહે છે.


રાહુલના પિતા સુશીલ મિશ્રા આર્મીમાંથી રિટાયર્ડ છે. તે શહેરના લોહરદગા રોડ પર સ્થિત એક હોટલ ચલાવે છે. તો રાહુલ ભુખા પંડા નામની રેસ્ટોરન્ટ ચલાવતો હતો.


મૃતક રાહુલને બે બહેનો છે, જેમાંથી મોટી બહેન નિધિનું સાસરિયું રાંચીમાં છે. નાની બહેન મુન્ની દિલ્હીમાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે.


મૃતક રાહુલની માતા પ્રાઇમરી સ્કૂલમાં ટીચર છે. રાહુલ વકીલનો અભ્યાસ કરતો હતો. એક મહિના પછી રાહુલના લગ્ન હતા પરંતુ દુર્ઘટના બાદ લગ્નની તૈયારીનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page