Only Gujarat

Bollywood

જ્યારે આ જાણીતી સિંગરની સામે આવી ગયો હતો વાઘ, 50 મીટર દૂર હતો અને….

મુંબઇઃ બોલિવૂડની જાણીતી સિંગર શ્રેયા ઘોષાલ 36 વર્ષની થઇ ગઇ છે. 12 માર્ચ 1984ના રોજ પશ્વિમ બંગાળના મુર્શિદાબાદમાં એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી શ્રેયા ઇન્ડસ્ટ્રીમાં મેલોડી ક્વીનના નામથી લોકપ્રિય છે. શ્રેયા ઘોષાલની મ્યૂઝિકલ સફર રાજસ્થાનના રાવતભાટામા શરૂ થઇ હતી. જ્યાં તેના પિતા વિશ્વજીત ઘોષાલ ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં  ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા. એક વખત રાત્રે મ્યૂઝિકલ કોમ્પિટિશનથી પાછા ફરતા સમયે શ્રેયાનો સામનો વાઘ સાથે થયો હતો. વાઘ ફક્ત તેનાથી 50 મીટર દૂર હતો. આ જોઇને શ્રેયા ઘોષાલ ડરી ગઇ હતી જોકે, બાદમાં વાઘ રસ્તા પરથી ઉતરીને જંગલમાં ચાલ્યો હતો.

નોંધનીય છે કે શ્રેયાના પ્રથમ ગુરુ તેમની માતા શર્મિષ્ઠા ઘોષાલ હતી જે પોતે એક સિંગર હતી. શ્રેયા આઠમા ધોરણ સુધી રાવતભાટાના એટોમિક એનર્જી કેન્દ્રિય વિદ્યાલયમાં ભણી જ્યાં તેના સંગીત શિક્ષક જયવર્દધન ભટનાગરના ઘરે જઇને ગીત શીખતી હતી.

શ્રેયાના મ્યૂઝિક ટીચર જયવર્દધન ભટનાગરના કહેવા પ્રમાણે કોટામાં એક મ્યૂઝિક સ્પર્ધામાં ભાગ લીધા બાદ લગભગ રાત્રે એક વાગ્યે શ્રેયા સ્કૂટર પાછળ બેસાડીને અમે રાવતભાટા પાછા ફરી રહ્યા હતા. અમે મુકંદરા ઘાટીના જંગલોમાંથી પસાર થઇ રહ્યા ત્યારે અચાનક અમારી આગળ ચાલી રહેલી જીપ રોકાઇ. જીપવાળાએ ઇશારો કર્યો કે 50 મીટર દૂર ટાઇગર ઉભો છે. અમારા હોશ ઉડી ગયા. બાદમાં વાઘ રસ્તા પરથી ઉતરીને જંગલમાં જતો રહ્યો હતો.

તેમના કહેવા પ્રમાણે, શ્રેયા નાની હતી ત્યારથી તેમના ઘરે આવતી હતી. શ્રેયાએ છ વર્ષની ઉંમરમાં રાવતભાટા ક્લબમાં પોતાનો પ્રથમ સ્ટેજ શો કર્યો હતો. શ્રેયાના પિતાની બાદમાં મુંબઇ સ્થિત ભાભા એટોમિક સેન્ટરમાં  ટ્રાન્સફર થઇ ગઇ. શ્રેયાએ મુંબઇમાં આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો. તે અહી કલ્યાણજીથી ટ્રેનિગં મેળવી અને 16 વર્ષની ઉંમરમાં ફિલ્મ દેવદાસથી કરિયરની શરૂઆત કરી હતી.

શ્રેયાને પ્રથમ બ્રેક સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસમાં મળ્યો હતો પરંતુ આ શોધ તેમની નહી પરંતુ તેમની માતાની હતી. લીલા ભણસાલી જીટીવીનો સારેગામા કાર્યક્રમ જોઇ રહી હતી તો તેમણે ફોન કરીને સંજયને બોલાવ્યો હતો. જ્યારે સંજયે જોયું કે, શ્રેયાનો અવાજ પારોના માસૂમ અવાજને સૂટ કરશે. બાદમાં જ્યારે ફિલ્મના ગીતોનું રેકોડિંગ શરૂ થયું તો તે શ્રેયાનું નામ ભૂલી ચૂક્યા હતા. શ્રેયાને શોધવામાં તેમને ઘણો સમય લાગ્યો.

જ્યારે 16 વર્ષની ઉંમરમાં શ્રેયા પાસે સંજય લીલા ભણસાલીએ ફિલ્મ દેવદાસનું બૈરી પિયા રિકોર્ડ કરાવ્યું ત્યારે તેની હાયર સેકન્ડરીની પરીક્ષા નજીક હતી. સ્ટૂડિયોમાં તે પોતાની પુસ્તકો લઇને આવતી હતી. શ્રેયાએ કહ્યું કે, ફાઇનલ રેકોડિંગ અગાઉ એક રિહર્સલ કરી લેતા હતા. મે આંખો બંધ કરી અને રોકાયા વિના આખું ગીત ગાયું. બાદમાં સંજય લીલા ભણસાલીએ કહ્યું કે, રેકોર્ડિંગ થઇ ચૂક્યું છે.

શ્રેયાએ ફેબ્રુઆરી 2015માં શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા.બંન્ને બાળપણના મિત્ર છે. શિલાદિત્ય ટેક સેવી છે અને Hipcask.com વેબસાઇટના ફાઉન્ડર પણ છે.

અમેરિકામાં એક દિવસ શ્રેયાના નામે રાખવામાં આવ્યો છે. અમેરિકાના ઓહિયો સ્ટેટના ગવર્નરે 26 જૂન શ્રેયાને સમર્પિત કરતા શ્રેયા ઘોષાલ ડેના નામથી ઉજવવાની જાહેરાત કરી હતી. 2010માં પ્રથમવાર આ દિવસ ઉજવાયો હતો., આ દિવસે મોટાભાગના રેડિયો સ્ટેશન પર શ્રેયાના ગીતો વગાડવામાં આવે છે. સાથે સોશિયલ સાઇટ્સ પર તેના ફોટો અપલોડ કરવામાં આવે છે.

દેવદાસમાં પાંચ ગીતો ગાયા હતા. આ પ્રથમ ફિલ્મમાં જ તેને ત્રણ એવોર્ડ મળ્યા હતા. ગીત ‘ડોલા રે ડોલા’ માટે બેસ્ટ  સિંગરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. અન્ય ગીત ‘બૈરી પિયા..’ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તે સિવાય આ ડેબ્યૂ ફિલ્મ માટે ફિલ્મ ફેર આર ડી બર્મન એવોર્ડ ફોર ન્યૂ મ્યૂઝિક ટેલેન્ટ પણ મળ્યો હતો.

શ્રેયાને અત્યાર સુધી ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને છ ફિલ્મફેર મળી ચૂક્યા છે. તે સિવાય દક્ષિણ ભાષાઓની ફિલ્મો માટે તેમને 9 ફિલ્મફેર પુરસ્કાર મળી ચૂક્યા છે.

લગ્ન દરમિયાન શ્રેયા ઘોષાલ

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page