Only Gujarat

Bollywood

લૉકડાઉનને કારણે ‘નાગિન’ ફસાઈ વિદેશમાં, માત્ર ચાર જોડી કપડામાં બે મહિના કાઢ્યાં

મુંબઈઃ ટીવી સિરીયલ ‘નાગિન’ ફેમ એક્ટ્રસ મૌની રૉયે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગોલ્ડ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં તેની એક્ટિંગની પ્રસંશા કરવામાં આવી હતી. અત્યારે દેશમાં લૉકડાઉન છે. મૌની રૉયે એક ઇન્ટર્વ્યૂમાં ખુલાશો કરતાં કહ્યું હતું કે, ‘તે છેલ્લાં બે મહિનાથી આબુ ધાબીમાં ફસાઇ ગઈ છે. તે અહીં શૂટિંગ માટે આવી હતી.’

મૌની રૉયે શૂટિંગ પછી કેટલાક દિવસો માટે તેની ટ્રીપને વધારી હતી, પણ ત્યાં સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું અને દરેક ફ્લાઇટને બંઘ કરી દેવામાં આવી હતી. બે મહિનાથી ત્યાં હોવાને લીધે તે હેરાન થઈ ગઈ છે અને ભારત પાછી આવવાં માગે છે.

મૌની રૉય અત્યારે તેની બહેન સાથે અબુ ધાબીમાં છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તેણે અબુ ધાબીમાં શૂટિંગ પછી બે અઠવાડિયા ત્યાં રોકાવાનો નિર્ણય કર્યો હતો, કેમકે આગલાં પ્રોજેક્ટનું શેડ્યૂઅલ 15 એપ્રિલે હતું. તેણે વિચાર્યું નહોતું કે આખી દુનિયા બંધ થઈ જશે અને 4 દિવસના કપડાં સાથે ફસાઈ જવું પડશે.’

મૌની રૉયે વધુમાં કહ્યું હતું કે, ‘તે વાતની શાંતિ છે કે તેનો ભાઈ તેની મા સાથે છે. આ ઉપરાંત કઝિન પણ ત્યાં નજીક જ રહે છે.’ ઉલ્લેખનીય છે કે, મૌની રૉયનો પરિવાર બિહારમાં છે.


મૌની રૉયનું કહેવું છે કે, ‘ તે મુંબઈ પાછા આવવા માટે રાહ જોઈ શકતી નથી અને બધુ સામાન્ય થાય તે માટે ઉત્સુક છે.’ તેણે વધુમાં કહ્યું કે, ‘આ વાતથી મને ખૂબ જ સહારો મળે છે કે મારા માથા પર છત અને સારસંભાળ રાખનારો એક પરિવાર તો છે. તે હવે ભારત પાછી આવવા માગે છે.’

મૌની રૉયના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’માં જોવાં મળી હતી. હવે મૌની રૉય ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, અક્કિનેની નાગાર્જુન અને આલિયા ભટ્ટ પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

You cannot copy content of this page