Only Gujarat

Bollywood

તો શું 41 વર્ષની ઉંમરમાં આ એક્ટ્રેસ બની માતા? પતિના ખોળામાં જોવા મળી ન્યૂ બોર્ન બેબી

મુંબઈઃ બિપાશા બસુ અને એક્ટર કરણસિંહ ગ્રોવર ઘણાં સમય પછી અત્યારે ચર્ચામાં છે. બંને અનેકવાર તેમના રોમેન્ટિક ફોટો અને ફિટનેસને લીધે લાઇમલાઇટમાં જોવા મળે છે પણ, બંનેનો એક ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં કરણના ખોળામાં એક ન્યૂ બોર્ન બેબી જોવા મળી રહી છે.

બિપાશા અને કરણે ન્યૂ બોર્ન બેબીને ખોળામાં રાખેલો ફોટો જોતાં સોશિયલ મીડિયા યૂઝર્સ તમામ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. તો કેટલાક તેમને શુભેચ્છા પણ આપી રહ્યાં છે, તો કેટલાક સવાલ કરી રહ્યાં છે કે, ‘ક્યારે બેબીનો જન્મ થયો અને કોણ છે?’

ફોટોમાં કરણ જે બેબી ગર્લ સાથે જોવાં મળે છે તે કોની બેબી છે? તે માહિતી અત્યાર સુધી સામે આવી નથી. પણ, બંને આ નાની ઢીંગલી સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

કેટલાક લોકો આ બેબી ગર્લ વિશે બિપાશા અને કરણને સવાલ પણ કરી રહ્યા છે કે, આ બેબી કોની છે. તો બીજી તરફ લોકો આ બેબીને બંનેની બેબી સમજી શુભકામનાઓ પણ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બિપાશા અને કરણે 30 એપ્રિલ, 2016માં લગ્ન કર્યા હતાં. આ પછી બંને પોતાનું લગ્નજીવન ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. કરણે બિપાશા સાથે લગ્ન કર્યાં પહેલાં બેવાર લગ્ન કર્યાં હતાં. જેમાં બંને સાથે છુટાછેડા થયા હતા. આ પછી તેમણે બિપાશા સાથે ત્રીજા લગ્ન કર્યાં હતાં.

હવે ન્યૂ બેબી ગર્લ સાથે તેમનો આ ફોટો જોઈ કહી શકાય કે, લગ્ન પછી તેમની જિંદગીમાં હવે આ નાની પરીના રૂપમાં ખુશી આવી છે. લગ્ન પહેલાં કરણ અને બિપાશા ફિલ્મ ‘અલોન’માં સાથે જોવા મળ્યા હતાં. જોકે, માનવામાં આવે છે કે આ બેબી બિપાશા બાસુની બહેનની દીકરી છે.

You cannot copy content of this page