Only Gujarat

National TOP STORIES

સુહાગરાતના બીજા જ દિવસે દુલ્હનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં વરરાજાના ઉડી ગયા હોશ

કોરોનાના કહેરથી સમગ્ર દુનિયાની ગતિને અટકાવી દીધી છે. દેશમાં સંક્રમિત દર્દીની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દરેક રાજ્યામાં દરરોજ સોથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આવો જ એક કેસ મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે જેમાં દુલ્હનનો લગ્નના ત્રીજા જ દિવસે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જ્યારે આ વાતની જાણ દુલ્હાના પરિવારજનોને થઇ તો બંનેના સંબંધોમાં હડકંપ મચી ગયો. એક દિવસ પહેલા જે દુલ્હનનું પ્રેમથી ઘુંઘટ ઉઠાવ્યું હતું હવે રિપોર્ટ આવ્યા બાદ દુલ્હાએ 10 ફૂટનું અંતર બનાવી લીધું છે. (પ્રતિકાત્મક તસવીર)

વાત એવી છે કે આ ઘટના ભોપાલના જાટખેડીની છે. અહીં સોમવાર 18 મેના રોજ એક યુવતીના લગ્ન રાયસેન જિલ્લાના સુલતાનપુરમાં રહેતા યુવકની સાથે થયા. લગ્નના અંદાજે 7 દિવસ પહેલા દુલ્હનને તાવ આવ્યો હતો. બાદમાં ડોક્ટરે દવા આપતા તબીયતમાં સુધાર આવી ગયો. (પ્રતિકાત્મક તસવીર)

જો કે સાવધાની અને કોરોનાના ડરના કારણે યુવતીના પરિવારજનોએ સેમ્પલ લઇને કોરોના ટેસ્ટ માટે મોકલ્યું હતું. બાદમાં આ સેમ્પલનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. હાલ યુવતીને ભોપાલ એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)

ઉલ્લેખનીય છે કે આ લગ્નની તમામ વિધિ મંડીદીપમાં થઇ હતી. સુલતાનપુરથી જાન આવી હતી. લગ્નમાં અંદાજે 32 લોકો સામેલ થયા હતા. દુલ્હનનો રિપોર્ટ આવ્યા બાદ તંત્રએ દુલ્હા સહિત પરિવારના 32 લોકોને ક્વોરેન્ટાઇન કરી દીધા છે. લગ્ન કરાવનારા પંડિતજી પણ હવે ક્વોરેન્ટાઇન છે. (પ્રતિકાત્મક તસવીર)

ઔબેદુલ્લાગંજ બીએમઓ ડોક્ટર અરવિંદ સિંહ ચૌહાણનું કહેવું છે કે પરિવારના લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. હવે તમામના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. (પ્રતિકાત્મક તસવીર)

આ સમાચાર સામે આવ્યા બાદ સ્થાનિક પ્રશાસન એલર્ટ પર છે. ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા લોકોની પુછપરછ કરવામાં આવી છે કે લગ્નમાં કેટલાક લોકો સામેલ થયા હતા અને તેઓ અત્યારસુધીમાં કેટલાક લોકોના સંપર્કમાં આવ્યા છે જેથી કોરોનાને વધુ ફેલતો અટકાવી શકાય. (પ્રતિકાત્મક તસવીર)

You cannot copy content of this page