Only Gujarat

National TOP STORIES

અચાનક જ જીપ નહેરમાં પડી, માતા-દીકરી-ભાભીનું મોત, 15 લોકો શોધે છે દીકરા-પિતાની લાશ

હનુમાનગઢ જિલ્લાના રાણજીતપુર ગામ પાસે રવિવાર સવારે લગભગ 10 વાગ્યે એક જીપ ઇન્દિરા ગાંધી નહેરમાં ખાબકી હતી. દુર્ઘટનામાં મા-દીકરી અને ભાભીનું મોત થયું હતું. બાપ અને દીકરીની શોધ ચાલી રહી છે. એક યુવક ઘરેથી પત્ની, ભાભી અને પરિવારના અન્ય સભ્યો સાથે સાસરીમાં જઈ રહ્યો હતો. રસ્તામાં જીપ બેકાબૂ થઈ અને નહેરમાં ખાબકી હતી. જેમાં ત્રણ લોકોના મૃતદેહ નહેરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે બે લોકોની શોધખોળ ચાલી રહી છે. આ પરિવાર સગાઈના કાર્યક્રમમાં સામેલ થવા માટે જઈ રહ્યો હતો.

પોલીસે જણાવ્યા મુજબ, ગામ ભુરાનપુરાના હરીશ (40) તેની પત્ની સુમન (38) ભાભી મંજૂ (36), દીકરી મીનાક્ષી (14) અને દીકરો મનીષ (7) સાથે રવિવાર સવારે જીપમાં નૌંરગદેસર સ્થિત સાસરીમાં જઈ રહ્યા હતાં. સવારે લગભગ 10 વાગ્યે ગામ રણજીતપુર પાસે ઇન્દિરા ગાંધી નહેરની 50 આરડી પર જીપ બેકાબૂ થઈ ગઈ હતી.

પોલીસે જણાવ્યા મુજબ, નહેર 17 ફૂટ ઊંડી છે. લગભગ 3 કલાક પછી ત્રણ શબ કાઢ્યા હતાં. બાકીના લોકોની શોધ 15 લોકો દ્વારા અને કેટલાક ગ્રામીણ દ્વારા કરવામાં આવી રહી છે. ખેતરમાંથી આવી રહેલાં ખેડૂતે બાપ-દીકરાની જીપને નહેરમાં પડતી જોઈ બૂમો પાડી હતી.

ઘટનાની માહિતી મળ્યાની સાથે જ નહેરના કિનારે મોટી સંખ્યામાં ગ્રામીણ ભેગા થઈ ગયા હતાં. આ લોકોએ જીપ અને તેમા સવાર લોકોને પોતાના સ્તર પર પ્રયત્ન શરૂ કરી દીધા હતાં. સાથે જ હનુમાનગઢ ટાઉન પોલીસને માહિતી આપી હતી.

સ્થળ પર પહોંચેલી લખૂવાલી પોલીસે ગોતાખોરોની મદદથી જીપ અને તેમાં સવાર લોકોની શોધ શરૂ કરી છે. બપોર સુધી મંજૂ અને મીનાક્ષીના શબ કાઢી લેવામાં આવ્યા હતા. હરીશ અને મનીષની શોધ કરવામાં આવી રહી છે.

You cannot copy content of this page