Only Gujarat

National

લગ્નના દોઢ મહિનામાં જ પત્નીએ પતિને તરછોડી એ જ ઘરમાં રહેવા લાગી દિયર સાથે

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં હાલમાં જ સવારે મહિલાની લાશ તેના રૂમમાં લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. તેના ગળા, માથા તથા પેટના ભાગે ઈજાના નિશાનો હતો. મહિલાના લગ્ન હજી દોઢ મહિના પહેલાં જ થયા હતા. 15 દિવસથી તે પતિને છોડીને દિયર સાથે રહેતી હતી. આ ઘટના બાદ મહિલાનો દિયર ફરાર છે. તેણે જ હત્યા કરી હોવાની આશંકા છે.

પોલીસના મતે, ઓરિસ્સાના સંભલપુરમાં રહેતી પ્રિયંકા ઉર્ફે સપના (22)ના લગ્ન સાગરના ખજરા હરચંદમાં રહેતા રાજબિહારી ભાર્ગવ (35) સાથે દોઢ મહિના પહેલાં મંદિરમાં થઈ હતી. લગ્ન બાદ તે વધુ સમય પતિ સાથે રહી નથી. તે સાસરે જ છેલ્લાં 15 દિવસથી દિયર મનોજ સાથે લિવ ઇનમાં રહેવા લાગી હતી.

ગુરુવાર, 14 ઓક્ટોબરના રોજ રાત્રે જમ્યા બાદ 9 વાગે મનોજ તથા પ્રિયંકા રૂમમાં ગયા હતા. બીજા દિવસે સવારે સસરા વિશ્વનાથ ભાર્વ ઉઠ્યા તો મનોજના રૂમનો દરવાજો ખુલ્લો હતો. પિતાએ અંદર જઈને જોયું તો પ્રિયંકા લોહીથી લથપથ પડી હતી. તાત્કાલિક પોલીસને માહિતી આપવામાં આવી હતી. જાણ થતાં જ પોલીસની ટીમ આવી હતી. પ્રાથમિક તપાસમાં લાશના ગળા, પેટ તથા માથા પર ઈજાના નિશાન છે. મનોજ ઘરમાંથી ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે.

મોટા ભાઈ સાથે લગ્ન કર્યા, રહેવા લાગી નાના સાથેઃ શરૂઆતની તપાસમાં એ વાત સામે આવી છે કે ઓરિસ્સામાં રહેતી પ્રિયંકાના લગ્ન મનોજના મોટાભાઈ રાજબિહારી સાથે થયા હતા. લગ્નના થોડાં સમય પછી તે પિયર ગઈ હતી. જ્યારે પરત આવી ત્યારે તેણે દિયર મનોજ સાથે રહેવાની ઈચ્છા પ્રગટ કરી હતી. છેલ્લાં 15 દિવસથી તે દિયર સાથે રહેતી હતી. પ્રિયંકા તથા મનોજ કોર્ટ મેરેજ કરવાના હતાં.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કારણ સ્પષ્ટ થશેઃ પોલીસ અધિકારી સુમિત કેરકટ્ટાએ કહ્યું હતું કે ઘરમાંથી મહિલાની લાશ મળી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કારણ સ્પષ્ટ થશે. સૂત્રોના મતે, પ્રિયંકા કોઈ સાથે ફોન પર વાત કરતી હતી. આ વાત મનોજને ગમતી નહોતી. આ મુદ્દે બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા. મોતની આગલી રાતે પણ આ જ મુદ્દે વિવાદ થયો હતો અને મારપીટ થઈ હતી.

You cannot copy content of this page