Only Gujarat

FEATURED National

બહેનના દિયરના પ્રેમમાં ગળાડૂબ હતી, પરિવારે કર્યો વિરોધ તો પહોંચી પોલીસ સ્ટેશન ને પછી

ચિરૈયા, બિહારઃ બહેનના દિયર સાથે અફેર હોવાની જાણકારી મળ્યા બાદ બંનેના પરિવાર ગુસ્સે થઈ થયા. તેઓ કોઈ પણ કિંમત પર આ સંબંધને સ્વીકાર કરવા તૈયાર નહોતા. પરંતુ, પ્રેમી યુગલે જ્યારે પોતાની લવ સ્ટોરી પોલીસને સંભળાવી તો તેઓ હમદર્દ બની ગયા. થાનાધ્યક્ષે બંનેના પોલીસ સ્ટેશનના પરિસરમાં આવેલા મંદીરમાં લગ્ન કરાવ્યા, એટલું જ નહીં મહિલા પોલીસકર્મીઓએ મંગલ ગીત પણ ગાયા. જણાવી દઈએ કે છોકરો નેપાળનો અને છોકરી બિહારની છે.

નેપાળના બારા જિલ્લાના ગઢી માઈ બરિયારપુર નિવાસી રામનાશ મહતોની મોટી દીકરીના લગ્ન ચિરૈયાના કમરચોલી ગામમાં શિવનાથને ત્યાં થયા હતા. જ્યારે તેની નાની દીકરી સીમાનું બહેનના દિયર સોનૂ કુમાર સાથે અફેર ચાલી રહ્યું હતું.

બંનેના પરિવારજનોને આ સંબંધ મંજૂર નહોતો. તેઓ તેનો ખૂબ જ વિરોધ કરી રહ્યા હતા. આખરે પ્રેમી યુગલે પોલીસ સ્ટેશનમાં મદદ માટે માંગણી કરી. થાનાધ્યક્ષ ઈંદ્રજીત પાસવાને બંનેના વાલીને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને સમજાવ્યા. જે બાદ તેઓ લગ્ન માટે રાજી થઈ ગયા.

ચિરૈયા પોલીસ સ્ટેશનમાં છોકરા-છોકરીના માતા પિતા વગેરેની હાજરીમાં લગ્ન કરાવવામાં આવ્યા. જ્યાં જાનૈયાના રુપમાં પોલીસ સ્ટેશનના તમામ અધિકારી, કર્મચારી હાજર રહ્યા. તો વર-વધૂને આશીર્વાદ આપવા માટે તેમના માતા-પિતા અને થાનાધ્યક્ષ હાજર રહ્યા.

મંગલગીત મહિલા પોલીસ પદાધિકારીઓએ ગાયા. આ પ્રકારના લગ્ન જોવા માટે પોલીસ સ્ટેશનના પરિસરમાં ભીડ એકઠી થઈ હતી. તમામ લોકો થાનાધ્યક્ષ અને તેમની પત્નીના વખાણ કરી રહ્યા હતા.

You cannot copy content of this page