Only Gujarat

FEATURED National

જમીન નીચેથી આવ્યો રડવાનો અવાજ પછી માટી હટવાને જોયું તો…..

જાકો રાખે સાઇયાં માર સકે ના કોય… ક્યારેક ક્યારેક આ કહેવત અસલ જીંદગીમાં ચરિતાર્થ થતી જોવા મળે છે. આવી જ એક ઘટના સામે આવી છે ઝારખંડના લોહરદગા જિલ્લામાં. અહીં એક બાળકને માટીની અંદરથી જીવતું બહાર કાઢવામાં આવ્યું.

આ સમગ્ર ઘટના લોહરદગાના કુડુ થાના ક્ષેત્રની છે. શનિવારની રાતે અંદાજે સાત વાગ્યે અહીંથી પસાર થઇ રહેલા એક વ્યક્તિને બાળકના રડવાનો અવાજ સંભાળાયો. ત્યાં જઇને તેણે જોયું તો તેના હોશ ઉડી ગયા. ત્યાં એક નવજાત બાળક જમીનની અંદર દબાયેલું હતું.

તેણે તુરંત ગ્રામજનોને એકત્રિત કર્યા અને બાળકને તુરંત ત્યાંથી બહાર કાઢ્યું. બાળકને સુરક્ષિત રીતે માટીમાંથી બહાર કાઢવામાં આવ્યું. બાળક પર ખુબ જ માટી હતી જે હટાવવામાં આવી. હાલ બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

ગ્રામજનો દ્વારા જમીનમાંથી બાળક મળવાની સૂચના પોલીસ અને બાળ સંરક્ષણ વિભાગને આપવામાં આવી. બાળકને ગામની મહિલાઓએ દૂધ પણ પીવડાવ્યું. એટલું જ નહીં ગામના અનેક લોકો એ બાળકને ગોદ પણ લેવા તૈયાર છે.

લોકો એવી પણ ચર્ચા કરી રહ્યાં છે કે કોઇ આટલું નિર્દયી કેમ હોઇ શકે. તો આ મામલે નવજાતના માતા-પિતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બાળ કલ્યાણ વિભાગે સાવચેતીના ભાગ રૂપે બાળકને હોસ્પિટલમાં દાખલ કરાવ્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page