Only Gujarat

International TOP STORIES

જો તમને શરીરમાં આ ઈન્ફેક્શન હશે તો કોરોનાનું જોખમ વધુ? ડોક્ટરે શું આપી સલાહ?

ન્યૂયોર્ક: કોરોનાવાઈરસના કારણે દુનિયામાં ઘણી સ્વાસ્થ્ય સેવાઓને અસર થઈ. જેમાં ડેન્ટલ કેર પણ સામેલ છે. બીજા ડેન્ટિસ્ટની જેમ જ ન્યૂયોર્કના ડોક્ટર એડવર્ડ લી અને રિચર્ડ લી તેમના સામાન્ય દર્દીઓની સંભાળ નથી રાખી શકતા. આ ડૉક્ટર્સ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે 13 સ્ટાફના સભ્યોની પણ દેખરેખ રાખે છે. ડોક્ટર એડવર્ડે કહ્યું કે,‘દરેક સ્તરે ડેન્ટલ કેર અર્જન્ટ હોય છે. અમુક સમસ્યાઓ અટકાવી શકાય છે પરંતુ બાદમાં તે ઘણા અંશે વકરી જાય છે. દર્દીને તકલીફ હોય તો તેનો અર્થ એ છે કે પહેલેથી મોડું થઈ ગયું છે. અમે સ્ટાફના બે સભ્યો સિવાય બધાંને ઘરે જવા કહીં દીધું છે. ડેન્ટિસ્ટની સાથે કેટલાક મુદ્દાઓ પર ફોન પર ચર્ચા થઈ શકે છે, પરંતુ ડેન્ટલ કેર માટે આ સારો વિકલ્પ નથી.’

ડૉક્ટરોએ ક્લિનિકની સુરક્ષા વધારી
અન્ય સ્થળોની જેમ ડૉક્ટર લીએ પણ કોરોના સંબંધિત સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે. તે હંમેશા આ પ્રેક્ટિસ ચાલુ રાખશે. તેમણે કહ્યું કે- આ વાઈરસ વહેલી તકે આપણી વચ્ચેથી જશે નહીં. તેથી આ ઉપાય આપણને અને દર્દીઓની સુરક્ષિત રાખવામાં મદદરૂપ થશે. આપણે વાઈરસની સાથે જીવતા શીખવું પડશે. તેમણે કહ્યું કે,‘અગાઉ અમે પીપીઈ અને ઓફિસને સાફ કરવાનું શરૂ કર્યું. પરંતુ, હવે અમે વધુ સુરક્ષિત બનાવવા માટે સુધારા કરીએ છીએ. દરેક દર્દીની ટ્રિટમેન્ટ બાદ રૂમને કેમિકલથી સાફ કરવામાં આવે છે. જે એક મિનિટમાં જ વાઈરસનો નાશ કરે છે. આ ઉપરાંત ઉપકરણોને સાફ કરવા માટે ઓટોક્લેવની મદદ લેવામાં આવે છે. તેમાં તે પહેલા ઉપકરણમાંથી હવા અને લિક્વિડને બહાર ખેંચી લે છે અને બાદમાં હીટ અને પ્રેશરથી સાફ કરે છે.

હવા-પાણીના પ્રેશરને કારણે પડકારો વધુ
20 મેના રોજ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને ડેન્ટિસ્ટ માટે ગાઈડલાઈન બહાર પાડી હતી. જેમાં કોરોનાના દર્દીઓ અને અન્યોની કેવી રીતે સારવાર કરવી તેનો ઉલ્લેખ હતો. આ પ્રકારની વ્યૂહરચના જરૂરી છે. કારણ કે- કોઈ ટેસ્ટ 100 ટકા પરિણામ આપતું નથી. ડેન્ટલ ટ્રિટમેન્ટમાં હવા અને પાણીના પ્રેશરના કારણે પડકારો ઊભા થાય છે. તેથી દર્દીથી વાઈરસ ટ્રિટમેન્ટ રૂમમાં ફેલાઈ શકે છે. ડૉક્ટર લીને એ વાતની ખબર છે કે, લોકો એરોસોલ્સને રોકવા માટે ખાસ ડિવાઈસ વાપરી રહ્યાં છે. ડૉક્ટર લીના કર્મચારીઓ પણ આખો દિવસ માસ્ક અને ગ્લવ્ઝ પહેરે છે.

લૉકડાઉનમાં સારવાર ના મળતા દર્દીઓની ડેન્ટલ હેલ્થ બગડી
ડેન્ટિસ્ટ અને અન્ય હેલ્થ નિષ્ણાંતો લોકોની સારવાર અટકી પડવાના કારણે ચિંતામાં છે. ઘણાની ટ્રિટમેન્ટ તો શરૂ પણ નહોતી થઈ. જાન્યુઆરીમાં એક દર્દીને કેવિટી હતી જે એક સરળ ફિલિંગથી દૂર કરી શકાતી હતી, પરંતુ મોડું થવાને લીધે હવે સડો થઈ ગયો છે. લૉકડાઉનમાં લોકોને ટ્રિટમેન્ટના મળવાના કારણે હવે ઘણા લોકો માટે સમસ્યાઓ થશે. ઘણા દર્દીઓના દાંત કાઢવામાં આવ્યા હતા પરંતુ ઈમ્પાલન્ટની પ્રોસેસ લૉકડાઉનના કારણે ના થઈ શકી.

ડેન્ટલ ટ્રિટમેન્ટ ના મળવી પિરિયોડેન્ટર બીમારીના દર્દીઓ માટે ગંભીર વાત છે. આ બીમારી 20થી 64 વર્ષની વયના દર્દીઓને થતી હોય છે. પેઢામાં સંક્રમણથી શરીરમાં સોજો આવી જાય છે. જેનાથી હૃદય રોગ અને ડાયાબિટીસની બીમારી થઈ શકે છે. ખાસ વાત એ છે કે, આ બંને રોગના લીધે કોરોના વાઈરસનું જોખમ વધારે છે.

માત્ર સોજો પણ કોવિડ-19 સંક્રમણનું જોખમ વધારી શકે છે. ડૉક્ટર લીના મતે યુવા દર્દી માટે સમય એ બધુ છે. ટ્રિટમેન્ટ ટાળવાથી લાંબી સારવારની નોબત આવી શકે છે. ઘણા બાળકો સારવારની વય પાર કરી શકે છે અને તેમણે મોટા થઈને સારવાર કરાવવી પડશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page