Only Gujarat

International TOP STORIES

ઉલ્કાપિંડનો ખતરો ટળ્યો નથી પણ આટલા વર્ષ બાદ ફરી મુશ્કેલી બનીને ત્રાટકશે!

અંતરિક્ષમાંથી આવતી એસ્ટેરોયડ 1998 OR2 ધરતીથી નજીકથી પસાર થઇ ગયો. તેનાથી પૃથ્વીને કોઇ ખતરો હતો નહીં કારણ કે તે ધરતીથી અંદાજે 63 લાખ કિમી દૂરથી પસાર થઇ ગયો. આ પહેલા આ એસ્ટોરોયડ 12 માર્ચ 2009માં 2.68 કરોડ કિમી દૂરથી પસાર થઇ ગયો હતો. હવે ધરતીના લોકોને ડરવાની જરૂર નથી. જો કે સાથે વિજ્ઞાનિકોએ એક એવી પણ વાત કહી છે જેનાથી કદાચ તમારી ચિંતા દૂર થશે નથી.

એસ્ટેરોયડ 1998 OR2 હવે 11 વર્ષ બાદ ફરી ધરતીની નજીકથી પસાર થશે જો કે એ સમયે તે પૃથ્વીથી 1.90 કરોડ કિમી દૂર હશે. ઉલ્લેખનીય છે કે આ દર 11 વર્ષે ધરતીની આસપાસથી પાસર થાય છે. 2031 બાદ 2042 પછી 2068 અને ત્યારબાદ 2079માં આ ધરતીની નજીકથી પસાર થશે.

2079માં આ ધરતીથી ખુબ જ નજીકથી પસાર થશે એ સમયે તેની દૂરી અત્યારની દૂરીથી 3.5 ગણી ઓછી હશે. એટલે કે ત્યારે તે 62 લાખ કિમી દૂરથી પસાર થશે એટલું જ નહીં 2079માં તે 17.73 લાખ કિમી દૂરથી પસાર થશે. જે આ એસ્ટેરોયડની ધરતીથી સૌથી ઓછી દૂરી હશે.

ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકોએ આ એસ્ટેરોયડને લઇને આગામી 177 વર્ષનું કેલેન્ડર બનાવી રાખ્યું છે. જેનાથી જાણવા મળ્યું કે આ એસ્ટેરોયડ ક્યારે ક્યારે ધરતીથી કેટલી દૂરથી પસાર થશે. 2079 બાદ એસ્ટેરોયડ એસ્ટેરોયડ 1998 OR2 વર્ષ 2127માં પૃથ્વીથી અંદાજે 25.11 લાખ કિમી દૂરથી પસાર થશે. વૈજ્ઞાનિકોએ આ એસ્ટેરોયડને પોટેન્શિયલી હઝાર્ડસ ઓબ્જેક્ટ્સની શ્રેણીમાં રાખ્યો છે.

જો 2079 અને 2127માં કોઇ ગડબડ ન થઇ તો ત્યારબાદ આ એસ્ટેરોયડ ધરતી માટે ક્યારેય ખતરો નહીં રહે. નાસાનું કહેવું છે કે આ એસ્ટેરોયડથી ડરવાની કોઇ જરૂર નથી કારણ કે આ વખતે તે ધરતીથી અંદાજે 63 લાખ કિમી દૂરથી પસાર થશે. અંતરિક્ષ વિજ્ઞાનમાં આ દૂરી ખુબ જ વધુ નથી ગણાતી પરંતુ ઓછી પણ નથી.

એસ્ટેરોયડ 1998 OR2નું વ્યાસ અંદાજે 4 કિમી છે તેની ગતિ અંદાજે 31,319 કિમી પ્રતિકલાક છે. એટલે કે અંદાજે 8.72 કિમી પ્રતિ સેકન્ડ. આ એક સામાન્ય રોકેટની ગતિથી અંદાજે ત્રણ ગણો વધારે છે.

આ એસ્ટેરોયડ સૂર્યનું એક ચક્કર લગાવવામાં 1,340 દિવસ એટલે કે 3.7 વર્ષ લગાવે છે. ત્યારબાદ 1998 OR2નું ધરતીની એક ચક્કર 18 મે 2031માં હોઇ શકે છે. ત્યારે તે 1.90 કરોડ કિમી દૂરથી નિકળી શકે છે.

ખગોળવિદ્ધોના જણાવ્યા પ્રમાણે આવા એસ્ટેરોયડ દર 100 વર્ષમાં ધરતી સાથે ટકરાવાની 50 હજાર સંભાવના હોય છે પરંતુ કોઇના કોઇ રીતે તે પૃથ્વીના કિનારાને પાર કરી શકતા નથી.

ખગોળવિદોના આંતરરાષ્ટ્રીય સમુહના ડોક્ટર બ્રૂસ બેટ્સે આવા એસ્ટેરોયડને લઇને કહ્યું કે નાના એસ્ટેરોયજ થોડા મીટરના હોય છે જે અવારનવાર વાયુમંડળમાં પ્રવેશતા જ સળગીને રાખ થઇ જાય છે તેનાથી આપણેને કોઇ નુકશાન થતું નથી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં અંદાજે 20 મીટર મોટું ઉલ્કાપિંડ વાયુમંડળ સાથે ટકરાયું હતું. એક 40 મીટર લાંબુ ઉલ્કાપિંડ 1908માં સાઇબેરિયાના વાયુમંડળમાં અથડાઇને સળગી ગયું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page