Only Gujarat

Bollywood FEATURED

સંજય દત્તની દીકરી ત્રિશાલાનાં પાલનપોષણ પર ઉઠ્યા સવાલો પછી જે થયું તે જાણીને તમને નવાઈ લાગશે

મુંબઈઃ સંજય દત્તની પહેલી પત્ની રિચા શર્માની દીકરી ત્રિશાલા ન્યૂયોર્કમાં રહે છે. લૉકડાઉનમાં તે દરેક લોકોની જેમ પહેલાંનાં દિવસો યાદ કરે છે અને તેનાં ફોટો-વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. જેમાં એક યૂઝરે એક ફોટો અંગે તેમની કોમનસેન્સ પર સવાલ કર્યો હતો. એટલું જ નહીં યૂઝરે તેની દીકરીના પાલનપોષણને લઈને સંજય દત્તને પણ વચ્ચે ઘસેડ્યો હતો. યૂઝર દ્વારા કરાયેલાં સવાલને લઈ ત્રિશાલા ગુસ્સે થઈ અને તેણે યૂઝરના સવાલનો મજબૂતીથી સામનો કરી જડબાતોડ જવાબ આપ્યો હતો.

ખરેખર તો, ત્રિશાલાએ જે ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો તેમાં, તેણે માસ્ક નહોતું પહેર્યું. જોકે, ત્રિશાલાએ કેપ્શનમાં સ્પષ્ટ લખ્યું હતું કે, આ જૂનો ફોટો છે. યૂઝરનું ધ્યાન તે કેપ્શન પર ગયું નહીં અને એક લાંબી પોસ્ટ લખી ત્રિશાલા અને સંજય દત્તને બીનજરૂરી સલાહ આપી હતી.

યૂઝરે લખ્યું હતું કે, ‘તમે ન્યૂયોર્કમાં છો. દરેકને ખબર છે કે કેટલી હદ સુધી ત્યાં કોરોનાના કેસ છે. તમે ડૉક્ટરી લાઇનમાં છો. છતાં તમે વગર માસ્કે રોડ પર ફરી રહ્યા છો. તમે બીજાને શું પ્રેરણા આપો છો? શું તમે એવું ઇચ્છો છો કે, તમારા પિતા સંજય દત્ત એવી રીતે જ રડે જેવી રીતે બોયફ્રેન્ડનાં મોત પર રડ્યા હતા. તમારામાં કોમનસેન્સ છે કે નહીં?’

એટલું જ નહીં પોસ્ટમાં યૂઝરે સંજય દત્ત વિશે પણ લખ્યું કે, ‘શું તમે આ જ શીખવાડ્યું છે. આ જ સંસ્કાર આપ્યા છે? આમાં કોમનસેન્સની કેટલી કમી છે?’ જોકે, યૂઝરે અંતમાં એમ પણ લખ્યું હતું કે, તેણે કોઈ જ કંસર્ન વગર બંને માટે લખ્યું છે કેમ કે, તેણે લાગ્યું કે આ ખોટું છે અને તેના પર સવાલ ઉઠવા જોઈએ.

આ સાથે જ, આ કોમેન્ટ પર ત્રિશાલાએ યૂઝરને જડબાતોડ જવાબ આપ્યો હતો. ત્રિશાલાએ કહ્યું કે, પહેલાં તમારું કોમનસેન્સ જુઓ. તમને ખબર છે કે જ્યારે મેં પહેલાં જ લખ્યું હતું કે, આ ફોટો જૂનો છે તે તમે આમાં કોરોના અને આજનું ન્યૂયોર્ક કેમ શોધી રહ્યાં છો અને હા મારાં પિતાને ટેગ કરવાથી વસ્તુ બદલાશે નહીં. આમ તમારો પ્રયત્ન સારો છે! પણ, મારી પોસ્ટ પર આવો તો સરખી રીતે વાંચીને લખજો.’ ઉલ્લેખનીય છે કે, ત્રિશાલાએ તે પોસ્ટ ડીલિટ કરી દીધી હતી.

ત્રિશાલા સંજય દત્તની પહેલી પત્ની રિચા શર્માની દીકરી છે. 1996માં રિચાનું કેન્સરથી મોત થયું હતું. તે પછી ત્રિશાલા ન્યૂયોર્કમાં તેના નાના-નાનીને ત્યાં રહે છે. તેને બોલિવૂડમાં રસ નથી. આ સાથે જ ત્રિશાલા સોશિયલ મીડિયા પર તેના ફોટોને લીધે ચર્ચામાં રહે છે.

યૂઝર દ્વારા કરાયેલાં સવાલને લઈ ત્રિશાલા ગુસ્સે થઈ અને તેણે યૂઝરના સવાલનો મજબૂતીથી સામનો કરી જડબાતોડ જવાબ આપ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page