Only Gujarat

FEATURED National

શંકર ભગવાનની જેમ ગળામાં ઝેરી સાંપ વીંડીને નાટક કરતો હતો આ શખ્સ, તસવીરો જોઈને તમે પણ ડરી જશો

જીવ બધાને વ્હાલો હોય છે સામેથી જ્યારે કોઇ જીવલેણ જીવ દેખાય તો આપણે રસ્તો બદલી લેતા હોઇએ છીએ અથવા તો તેનાથી બચવા તમામ પ્રયાસો કરતાં હોય છીએ. સાંપ પણ આ પ્રકારનો જીવ છે. પરંતુ હોશમાં હોય ત્યાં સુધી તો બરાબર પરંતુ દારૂના નશામાં વ્યક્તિને સાચુ-ખોટાની ભાન રહેતી નથી. બિહારના મુઝફ્ફરપુરમાં નશામાં એક વ્યક્તિ સાંપને દોરડું સમજી મસ્તી કરી રહ્યો હતો. પછી જે બન્યું તે જોઇને રૂંવાડા ઉભા થઇ જશે.

મુજફ્ફરપુર જિલ્લામાં નશામાં ધૂત એક આધેડે ઝેરીલો સાંપ પકડી લીધો. નશાની હાલતમાં હોવાને કારણે આધેડ દોરડું સમજી જેની સાથે મસ્તી કરી રહ્યો હતો તે ખરેખર ખુંખાર ઝેરીલો સાંપ હતો. તે સાંપની રસ્સી બનાવી પોતાના ગળામાં લપેટી લેતો તો ક્યારેક તેને ચૂંતો હતો. આ દરમિયાન આસ-પાસના લોકો તેને રોકવાના પ્રયાસ કરી રહ્યાં હતા પરંતુ તે પોતાની ધૂનમાં જ રહ્યો.

ઘટના મુજફ્ફરપુરના પારુ પોલીસ સ્ટેશન વિસ્તારના ફંદા ગામની છે. અહીં રામનાથ સિંહ નામના એક વ્યક્તિ નશામાં સાંપને ગળામાં લપેટી તેને ચૂમી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એ વ્યક્તિ નશેડી હતો. દિવસભર નશામાં મસ્ત રહેતો હતો. મંગળવારે પણ તેણે ગામના તાડીની ગાદ્દી પર ખુબ જ તાડી પીધી.

જ્યારે રામનાથ સિંહ નશામાં સંપૂર્ણ રીતે ધૂત થઇ ગયો તો તે પોતાના ઘરે જઇ રહ્યો હતો. રસ્તા વચ્ચે વાંસના ઢગલામાં તેને એક ઝેરીલો સાંપ દેખાયો. નશામાં તેણે પોતાના હાથમાં સાંપ પકડી લીધો. બાદમાં શંકર ભગવાનની જેમ તેણે સાંપને દોરડાની જેમ ગળામાં લપેટી લીધો અને પછી તે પોતાના ઘર તરફ આગળ વધ્યો. આ દરમિયાન ચોક પર તે લોકોને જોઇને સાંપને ચૂમવા લાગ્યો. સાંપની આંખમાં આંખ પરોવી વાતો પણ કરવા લાગ્યો.

લોકોની ભીડ જમા થઇ ગઇ અને તેઓએ રામનાથને સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા. આ દરમિયાન ઝેરીલા સાંપે અનેક વખત રામનાથને ડંખ માર્યા. ધીમે ધીમે સાંપનું ઝેર તેના શરીરમાં ફેલાવા લાગ્યું અને તે રસ્તા પર જ ઢળી પડ્યો. ઢળી પડ્યા બાદ સાંપની પકડ ધીમી પડી અને સાંપ ત્યાંથી નીકળી ગયો. બાદમાં સ્થાનિક લોકો રામનાથને હોસ્પિટલ લઇ ગયાં પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રામનાથનું મૃત્યુ થઇ ગયું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page