Only Gujarat

National

સતત 24 કલાક ફરજ બજાવીને કોરોનાનો કર્યો સફાયો, લોકો ખોબલે ખોબલે કરી રહ્યા છે વખાણ

નવી દિલ્લી: રાજસ્થાનના ભીલવાડામાં સતત વધતા જતા કોરોનાના મામલાને રોકવાના કારણે આઈએએસ અધિકારી ટીના ડાબી ચર્ચામાં છે. વર્ષ 2015માં IASમાં ટૉપ કરનાર ટીના ડાબી UPSC ટૉપર રહી છે. તેણે યૂપીએસસીમાં ટૉપ કરીને ઈતિહાસ રચ્યો હતો. હવે તે રાજસ્થાનના ભીલવાડામાં એસડીએમના પદ પર છે. ટીના દેશના તમામ બાળકો માટે પ્રેરણ સમાન છે. IASની સક્સેસ સ્ટોરીઝણાં આજે અમે તમને ટીનાના દલિત સમાજમાંથી આવીને અધિકારી બનવા સુધીની કહાની સંભળાવીશું.

ટીના ડાબીએ પોતાની યોગ્યતા અને ક્ષમતાનો પરિચય કરાવતા કોરોના વાયરસને આખા રાજસ્થાનમાં ફેલાવાથી રોક્યો છે. તે સતત 24 કલાક ફરજ બજાવીને સમાચારોમાં છે. ભીલવાડા મૉડલના લીધે ન માત્ર તેણે લોકોનો જીવ બચાવ્યો પરંતુ લૉકડાઉનમાં ઘરે-ઘરે રાશન પણ પહોંચાડ્યું. સોશિયલ મીડિયા પર તેમનું ખુબ જ ચર્ચા છે.

યૂપીએસસી ટૉપર ટીના ડાબી હસમુખી, ચુલબુલી અને ધીરગંભીર છે. ટીના બાળપણથી જ ટૉપર રહી છે. પહેલા સ્કૂલ, કૉલેજ અને યૂપીએસસી જેવી અઘરી પરીક્ષામાં પણ તે અવ્વલ આવી. માત્ર 22 વર્ષની ઉંમરની ટીનાએ પોલિટિકલ સાઈન્સ પર ફોક્સ કર્યું અને સફળતા મેળવી. તે પોતાના માતાને આદર્શ માને છે અને સફળતા માતાને જ આપે છે.

ટીના શરૂઆતથી જ પઢાકૂ હતી. તેણે બારમા બાદ જ વિચારી લીધું હતું કે તે અધિકારી બનશે. ટીના જણાવે છે કે અનેક વાર અભ્યાસ કરતા તેને બોર થતી હતી. મિત્રોને નહોતી મળી શકતી. પરંતુ ત્યારે મારા ઘરના લોકોએ મારું ધ્યાન અભ્યાસમાંથી હટાવીને અન્ય વસ્તુઓમાં લગાવ્યું. મિત્રો સાથે પણ મે તૈયારી કરી. મને વિશ્વાસ હતો કે હું પરીક્ષા પાસ કરી લઈશ, પરંતુ ટૉપ કરીશ એ નહોતી ખબર.

યૂપીએસનીની પરીક્ષા પાસ કર્યા બાદ ટીનાએ જણાવ્યું કે, જ્યારથી હું સમજણી થઈ, ત્યારથી જ મે નક્કી કર્યું હતું કે હું યૂપીએસસીની પરીક્ષા આપીશ. ડીયૂની લેડી શ્રીરામ કૉલેજમાં મે પૉલિટિકલ સાઈન્સ લીધું અને તેમાં ટૉપ કર્યું. મને અભ્યાનો શોખ છે અને હું હજુ પણ વાંચતી રહું છું.

ટીનાએ યૂપીએસસી ટૉપર થતા તેમના માતા રડી પડ્યા હતા. તેમના માતા એન્જીનિયર હતા અને દીકરીના ભણતર માટે તેમણે વીઆરએસ લઈ લીધું હતું. ડીયૂમાં પૉલિટિકલ સાઈન્સની ટૉપર રહેલી ટીનાને 12માં ધોરણમાં પણ પૉલિટિકલ સાઈન્સ અને ઈતિહાસમાં 100માંથી 100 માર્ક મળ્યા હતા. તેમને ભારતીય રાજનીતિમાં ખૂબ જ રસ છે.

કૉલેજમાં ટીના સમય-સમય પર કાર્યક્રમોમાં રાજનીતિ સાથે જોડાયેલા પોતાના વિચારો રાખતી હતી. જેના તેની કૉલેજના પ્રોફેસરો પણ વખાણ કરતા હતા. આઈએએસ બન્યા બાદ ટીનાએ હરિયાણા કેડર જોઈન કર્યું હતું. હાલ તે ભીલવાડામાં એસડીએમના પદ પર છે. ટીનાની બેસ્ટ ફ્રેન્ડ શિવાની છે. શિવાની લેડી હાર્ડિંગથી એમબીબીએસના છેલ્લા વર્ષમાં છે. ફ્રેન્ડે યૂપીએસસી ટૉપ કર્યું તો શિવાનીની ખુશીનું ઠેકાણું નહોતું રહ્યું.

તે કહે છે કે સેન્ટ મેરી સ્કૂલમાં તે નવમાં ધોરણથી ટીનાની સાથે હતી. 11માં ધોરણમાં જ્યારે ટીનાએ હ્યૂમિનિટીસમાં અભ્યાસ શરૂ કર્યો ત્યારે જ તેણે નક્કી કરી લીધું હતું કે તે આઈએએસ જ બનશે. સિવિલ પરીક્ષાની ટૉપર ટીના ડાબીના પિતા જશવંત પણ યૂપીએસસી પાસ કરી ચુક્યા છે. તેઓ દીકરીની સફળતા પર ખૂબ જ ખુશ થયા હતા. ટીનાની નાની બહેન રીયા પણ સિવિલ સર્વિસમાં જાવા માંગે છે.

ટીના પોતાના લગ્નને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહી છે. તે કશ્મીરની વહૂ તરીકે જાણીતી છે. તેણે કશ્મીરના યૂવા યૂપીએસસી ટૉપર અતહર આમિર ખાન સાથે લગ્ન કર્યા. મુસ્લિમ છોકરા સાથે લગ્નના કારણે તેણે આલોચનાઓનો પણ સામનો કરવો પડ્યો, લોકોએ ટીનાને જાનથી મારવાની ધમકી પણ આપી હતી. સોશિયલ મીડિયા પર તે ખૂબ જ ટ્રોલ થઈ હતી. બંનેની લવસ્ટોરી ખૂબ જ ચર્ચામાં રહી હતી.

You cannot copy content of this page