Only Gujarat

Bollywood FEATURED

21 કરોડ રૂપિયા ચૂકવી અભિ-ઐશે ખરીદ્યું હતું ઘર, આજે પણ થયા નથી શિફ્ટ, જાણો કારણ

મુંબઈઃ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની 20 એપ્રિલે 13મીં વેડિંગ એનિવર્સરી હતી. 20 એપ્રિલ, 2007માં બંનેના લગ્ન બચ્ચન ફેમેલીના ‘પ્રતીક્ષા’ બંગલામાં થયા હતા. અભિષેક-ઐશ્વર્યાને 8 વર્ષની દીકરી છે. અભિષેક અત્યારે તેમને માતા-પિતા સાથે રહે છે પણ કેટલાંક વર્ષ પહેલાં આ કપલે અલગ શિફ્ટ થવા માટે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષમાં 5500 સ્કવેર ફીટનો એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. ઐશ્વર્યા-અભિષેકનાં આ નવાં ફ્લેટની કિંમત 21 કરોડ કરતાં વધુ છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે અભિષેક-ઐશ્વર્યા દીકરી સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે.

અભિષેક અને ઐશ્વર્યા તેમના પેરેન્ટ્સ સાથે રહેવાં ઇચ્છતાં હોવાથી નવાં લક્ઝુરીયસ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયાં નથી.

ઐશ્વર્યા અભિષેકનું આ નવું ઘર મુંબઈના સનટેર રિઆલિટીમાં છે, જેને સનટેકની ઇન-હાઉસ ટીમે ડિઝાઈન કર્યું છે.

આ એપાર્ટમેન્ટમાં દરેક પ્રકારની સુવિધા છે. અંદરથી જોવામાં તે ખૂબ જ લક્ઝુરીયસ છે.

ટોરન્ટોમાં ‘ગુરુ’ના પ્રીમિયર પછી અભિષેક બચ્ચને ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું અને ઐશ્વર્યાએ હા કહી હતી.

પ્રીમિયરથી મુંબઈ આવ્યા પછી બંનેએ અમિતાભ બચ્ચનના ઘરે ‘પ્રતિક્ષા’ બંગલામાં 14 જાન્યુઆરી 2007માં સગાઈ કરી હતી.

સગાઈના 4 મહિના પછી 20 એપ્રિલ 2007એ બંનેએ લગ્ન કર્યાં હતાં.

ઐશ્વર્યા અને અભિષેકે ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ (2000), ‘કુછ ના કહો’ (2003), ‘બંટી ઓર બબલી’ (2005), ‘ઉમરાવ જાન’ (2005), ‘ધૂમ-2’ (2006) અને ‘ગુરુ’ (2007) સહિત કુલ 6 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. લગ્ન પછી બંનેની ફિલ્મ ‘સરકાર રાજ’ (2008) અને ‘રાવન’ (2010) સાથે આવી હતી.

લગ્ન બચ્ચન ફેમિલીના ‘પ્રતીક્ષા’ બંગલામાં થયા અને રિસેપ્શન તાજ હોટેલમાં રાખવામાં આવ્યું હતું. લગ્ન સમયે ઐશ્વર્યા 33 વર્ષની હતી જ્યારે અભિષેક 31 વર્ષનો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page