Only Gujarat

National

આ દીકરીએ ખેડૂત માટે જે કર્યું તે જાણીને તમારી છાતી ગજગજ ફૂલશે!

મધ્ય પ્રદેશના બૈતૂલમાં ઈમાનદારીનો એક એવો દાખલો જોવા મળ્યો જેમાં એક યુવતીએ એક લાખ વીસ હજાર રૂપિયા ભરેલી બેગ મળી, જેને યુવતીએ પોલીસને આપી દીધી. પોલીસે જે ખેડૂતના પૈસા હતા તેના પાછા આપી દીધા.

તમે ઈમાનદારીના અનેક દાખલા જોયા અને સાંભળ્યા હશે પરંત યુવતી રીતાની ઈમાનદારી અજોડ છે. દર વખતે લક્ષ્મી રીતાનો દરવાજો ખટખટાવે છે પરંતુ રીતા તેને પાછા આપી દે છે. તાજો મામલો ખેડૂતનું રૂપિયાથી ભરેલું બેગ પાછું આપવાનો છે.

બિરુલ બજાર નિવાસી ખેડૂત રાજા રમેશ સાહૂ પોતાની કોબીનો પાક વેચીને ભોપાલથી પાછા ફરી રહ્યા હતા. તેની આ બેગ વૈષ્ણવી બસમાં ભુલાઈ ગયું હતું. આ જ બસમાં સવારી કરી રહેલી રીતા નામની યુવતીને આ બેગ મળી હતી. જેમાં એક લાખથી વધુ રૂપિયા રાખેલા મળ્યા.

રીતાએ પોતાની ઈમાનદારીનો પરિચય આપતા આ બેગ સાઈખેડા પોલીસને સોંપી દીધી. બસ વાળાની મદદથી ખેડૂત રાજા સાહૂને પોલીસે આ બેગ સોંપી દીધી.

સાઈખેડા થાના પ્રભારી રત્નાકર હિંગ્વેનું કહેવું છે કે રીતાએ પૈસા પાછા આપ્યા હોય તેવું પહેલી વાર નથી. રીતાના પિતાના ખાતમાં ભૂલથી 42 હજાર રૂપિયા આવી ગયા હતા. જે તેણે મૂળ માલિકને પરત કર્યા હતા. થાના પ્રભારીએ મામલાની જાણકારી પોતાના વરિષ્ઠ અધિકારીને આપીને રીતા પવારને સન્માનિત પણ કરી.

 

You cannot copy content of this page