શું ગુજરાતમાં ફરી લોકડાઉન લાગુ કરાશે? ગુજરાત સરકારે શું કરી મોટી સ્પષ્ટતા?

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો જોવા મળી રહી રહ્યો હતો જેને લઈને ગુજરાતના મુખ્ય સચિવ કોરોનાથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કોંફરન્સ કરી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો. આ મેસેજ એવો હતો કે, ગુજરાતમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે તેવા મેસેજે જોર પકડ્યું હતું જોકે બાદમાં ગુજરાત સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગુજરાતમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની કોઈ જ સંભાવના નથી.

હાલ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે કે, ગુજરાતમાં ફરી એકવાર લોકડાઉન લાગુ કરવામાં આવશે. આ મેસેજ મળતાં જ લોકોમાં થોડી ઘણી દોડધામ જોવા મળી હતી જોકે લોકો ગભરાઈ ન જાય તે માટે ગુજરાત સરકારે તાત્કાલિક સ્પષ્ટતા કરી હતી. ગુજરાત તરફથી આ મેસેજને એક અફવા ગણાવ્યો હતો અને લોકડાઉન લાગુ થવાના અહેવાલોને ફગાવી દીધા હતાં.

ગુજરાતમાં ફરી એક વખતા લોકડાઉન લાગુ કરવામાં આવશે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે આ અંગે ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આ તમામ અહેવાલો અને સમાચારો માત્ર એક અફવા છે. આવા વાયરલ થયેલા મેસેજ પર કોઈએ ધ્યાન આપવું નહીં. ગુજરાતમાં ફરી લોકડાઉન લાગુ કરવાની કોઈ જ યોજના નથી.

ગુજરાતના મુખ્ય સચિવે 19 કલેક્ટર સાથે વીડિયો કોંફરન્સ કરીને મીટિંગ યોજી હતી. આ કોંફરન્સમાં ગુજરાતમાં કોરોનાના કહેર, ભારે વરસાદ અને ખેડૂતોના પાક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે મુખ્ય સચિવે ચિંતા વ્યક્ત કરી હતી. આ સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખીને કેવી રીતે કામ કરવું તે અંગે કલેક્ટરને સૂચનો આપ્યા હતાં.

ગુજરાત સરકારે લોકડાઉનની ચર્ચા મુદ્દે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફરી એકવાર લોકડાઉનની કોઈ જ શક્યતા નથી. ફરીથી લોકડાઉન લાદવાની વાત માત્ર ને માત્ર એક અફવા છે. હાલ જે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે ખોટો છે.

ગુજરાતમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત કુલ 28,183 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે કુલ પોઝિટિવ કેસનો આંકડો 40,115 પર પહોંચ્યો છે અને અત્યાર સુધી 2024 લોકોના મોત નિપજ્યાં છે.