Only Gujarat

Bollywood FEATURED

કંગના રનૌતનો મોટો ધડાકો, બોલિવૂડ પાર્ટીમાં ખુલ્લેઆમ ટોચના કલાકારો લે છે ડ્રગ્સ

સુશાંત સિંહ રાજપૂત કેસ મામલો જટિલ બની રહ્યો છે. દરરોજ આ કિસ્સામાં એક નવો વળાંક આવે છે, ભત્રીજાવાદથી શરૂ થયેલ આ મુદ્દો હવે ડ્રગ્સ સુધી પહોંચ્યો છે. સુશાંત કેસમાં મુખ્ય આરોપી ગણાતી રિયા ચક્રવર્તી વિશે પણ અલગ અલગ વાતો બહાર આવી રહી છે. કેટલાક રિયાને સારી ગર્લફ્રેન્ડ કહી રહ્યા છે તો કેટલાક રિયાને ગુનેગાર ગણાવી રહ્યા છે. આ બધામાં બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ ચર્ચામાં છે. સુશાંત કેસમાં શરૂઆતથી જ કંગના ખુલ્લેઆમ બોલી રહી છે, આ કેસમાં કંગનાએ ફરી એકવાર બોલીવુડ પર નિશાન સાધ્યું છે.

વાસ્તવમાં, હાલમાં જ રિયા ચક્રવર્તીના ડ્રગ્સ સંબંધિત વોટ્સએપ ચેટ મીડિયામાં સામે આવ્યા હતા. જે બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ રિયા સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 20 ટોચના બોલિવૂડ અને રાજકારણીઓના નામ પણ એનસીબીને આપવામાં આવ્યા છે. આ કથિત અહેવાલ પછીથી, કંગનાએ બોલિવૂડને બાનમાં લીધુ છે.

કંગના રાનૌતે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, “જ્યારે તે એક સમયે બોલિવૂડની ‘હાઇ અને માઇટી’ ક્લબનો ભાગ હતી, જ્યાં તે દર બીજી રાત્રે પાર્ટીઓમાં ભાગ લેતી અને સેલિબ્રિટીઝને ડ્રગ્સ લેતા જોતી હતી. કેટલાક યુવા કલાકારો જે મારી ઉમરના હતા તેઓ વ્યક્તિગત રીતે ડ્રગ્સ લેતા અને શો કરતા. બીજું, આ કલાકારો વિશે બ્લાઈન્ડ આઈટમ પણ લખવામાં આવતા હતા”

કંગનાએ આગળ કહ્યું, “ડીલર એકસરખા હોય છે. બધુજ એક રીતે નિયંત્રિત કરવામાં આવે છે. તેમની પત્નીઓ પણ આ પાર્ટીઓને હોસ્ટ કરે છે. અહીં એકદમ અલગ વાતાવરણ છે. તમને એવા લોકો મળશે જેઓ ફક્ત ડ્રગ્સ કરે છે અને અન્ય સાથે દુર્વ્યવહાર કરે છે. ઘણી સરકારોએ આ બોલિવૂડ-ડ્રગ માફિયાઓને આગળ વધવામાં મદદ કરી છે. ”

બોલિવૂડને ડ્રગ માફિયાનો ધંધો ગણાવતા કંગનાએ કહ્યું હતું કે, “બોલીવુડ-ડ્રગ માફિયાઓનો સંબંધ છે, તેઓ એકબીજાને ઓળખે છે. તેઓ બધાના એકસરખા ડીલરો અને પેડલરો છે. કલાકારો ડ્રગનું સેવન કરે છે. આ લોકો ભત્રીજાવાદને પ્રોત્સાહન આપે છે, તેમાંના ઘણા બાળપણથી જ ડ્રગ્સ કરે છે અને પછી અભિનેતા અથવા ડિરેક્ટર બને છે મેં આમાંના એક અભિનેતાને ડેટ કર્યું છે, જે ડ્રગના ઓવરડોઝને કારણે પણ હોસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યો છે.”

તેના ઇન્ટરવ્યુમાં કંગનાએ વધુમાં જણાવ્યું હતું કે, “તેઓ કોઈ જગ્યાએ જાય છે, ડ્રિંકની સાથે શરૂ કરે છે. અને પછી એક રોલ અને પછી એક ગોળી ત્યારબાદ તેઓને સુંઘે છે. તે બધા ગુપ્ત સંકેતમાં થાય છે. ઘરોમાં અભિનેતાઓની પત્નીઓ જાય છે અને ડ્રગ્સ લે છે.

મેં જોયું છે કે તે કેવી રીતે અશ્લીલ હોય છે અને ઘણી વખત પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર થઈ જાય છે. તાજેતરની ફિલ્મમાં કેટલીક વાસ્તવિકતાઓ બતાવવામાં આવી છે, પરંતુ સત્યને બાજુએ મૂકી દેવામાં આવ્યું છે.”

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page