Only Gujarat

FEATURED National

દેશના આ ઉદ્યોગપતિએ ભગવાનને બનાવ્યા છે બિઝનેસ પાર્ટનર, કોરોના કાળમાં પણ આપ્યો હિસ્સો

વૃંદાવનઃ ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ અનોખો હોય છે. પોતાના આરાધ્ય દેવની ભક્તિમાં લીન રહેતા શ્રદ્ધાળુંઓની આસ્થાની ઘણી વાતો તમે સાંભળી હશે. ઉત્તર પ્રદેશના મથુરાના વૃંદાવનમાં સ્થિત ઠાકુરજી એટલે કે ભગવાન બાંકે બિહારીમાં આસ્થા રાખતા આવા જ એક ભક્ત છે ચાંદ સહગલ. તેમની ભક્તિ અને આસ્થા એવી છે કે, તેમણે ભગવાનને જ પોતાના બિઝનેસ પાર્ટનર બનાવ્યા છે. કોરોન વાયરસના સંક્રમણ અને લોકડાઉનના આ સમયમાં લોકોને ભક્ત અને ભગવાનની આ વાત બહુ ગમી છે.


વૃંદાવનના ઠાકુર બાંકે બિહારીજીમાં અતૂટ આસ્થા રાખતા દિલ્હીના ઉદ્યોગપતિએ તેમને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવી રાખ્યા છે. તેણે ઠાકુરજીના ભાગની નફાની રકમ 2.30 કરોડ રૂપિયાનો ચેક મંદિર વહિવટીતંત્રને સોંપ્યો છે. કારના પાર્ટ્સ બનાવતી કંપની મદરસન સૂમી લિમિટેડ કંપનીના માલિક ચાંદ સહગલે તેમના આરાધ્ય દેવને બિઝનેસ પાર્ટનર બનાવ્યા છે. તે દર વર્ષે નાણાકિય વર્ષ પૂરું થાય એટલે એપ્રિલમાં ઠાકુરજીનો ભાગ તેમને મંદિરમાં ચઢાવે છે.


લોકડાઉનમાં છૂટ મળતાં વૃંદાવન આવ્યાઃઆ વખતે કોરોના સંક્રમણના કારણે લોકડાઉનમાં પણ તેઓ આરાધ્ય દેવ બાંકે બિહારીજીને ભૂલ્યા નથી. રવિવારે (24 મે) સાંજે વૃંદાવન પહોંચ્યા ચાંદ સહગલ. લોકડાઉનના કારણે ઠાકુરજીનાં દર્શન તો ના કરી શક્યા, પરંતુ બહારથી જ દર્શન કરી લીધાં. ઉદ્યોગપતિએ ઠાકુર બાંકેબિહારી મંદિરના પ્રબંધક પ્રશાસન મુશીશ શર્માને 2.30 કરોડનો ચેક સોંપ્યો.


15 વર્ષથી કરે છે ભગવાનની સેવાઃ ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગપતિ સહગલ ઠાકુર બાંકેબિહારીની આ સેવા છેલ્લા 15 વર્ષથી સતત કરે છે. બાંકેબિહારી મંદિરના વ્યવસ્થાપક મુનીશ શર્માએ જણાવ્યું કે, ઉદ્યોગપતિ આ ચેક દર વર્ષે આપવા આવે છે, તો દર મહિને દર્શન પણ કરવા આવે છે. તો વૃંદાવનના કાત્યાયની શક્તિ પીઠને 22 લાખનો ચેક ચાંદ સહગલ દ્વારા આપવામાં આવ્યો છે.

You cannot copy content of this page