Only Gujarat

Bollywood

સુશાંતે ગળાફાંસો ખાધો એ લીલા રંગના કપડાંનો થશે વિશેષ ટેસ્ટ, શું બહાર આવશે સત્ય?

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટમાં એક્ટરે આત્મહત્યા કરી હોવાની પૃષ્ટિ થઈ છે. જોકે પોલીસે તપાસ માટે વધુ આગળ આત્મહત્યા માટે વપરાયેલા કપડાને ટેન્સિલ ટેસ્ટ માટે મોકલ્યું છે. આ ટેસ્ટથી ખબર પડશે કે તે કપડું સુશાંતના શરીરનું વજન ઉપાડી શકે તેમ હતું કે નહીં. જેથી સુશાંતની હત્યા તો નથી થઈને તે વાતની શંકા દૂર થઈ જશે.

લીલા નાઈટગાઉન વડે ફાંસો લગાવ્યો હતો
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, સુશાંતના ઘરેથી કોઈપણ સુસાઈડ નોટ મળી નહોતી. સુશાંતે 14 જૂને પોતાના ઘરે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. આત્મહત્યા માટે તેણે કોટનના નાઈટગાઉનનો ઉપયોગ કર્યો હતો. સુશાંતના મૃત્યુ બાદ પોલીસ તપાસના વાઈરલ વીડિયોઝમાં લીલા રંગનું નાઈટગાઉન જોવા મળ્યું હતું.

3 દિવસમાં આવશે ટેસ્ટનો રિપોર્ટ
શુક્રવારે 3 જુલાઈથી ચાલી રહેલા અહેવાલો અનુસાર, પોલીસે આ નાઈટગાઉન કેમિકલ અને ફોરેન્સિક તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી કલિનામાં મોકલ્યું છે. રિપોર્ટ રવિવારે કે સોમવારે આવી શકે છે. પોલીસના જણાવ્યાં અનુસાર, મૃત્યુનું યોગ્ય કારણ જાણવા માટે ફોરેન્સિક એક્સપર્ટ સુશાંતના ગળાની આસપાસ ફાંસો લગાવવાના લીધે બનેલા નિશાનની તપાસ પણ કરાવશે.

ટેન્સિલ ટેસ્ટ એટલે શું?
ટેન્સિલ ટેસ્ટ હેઠળ કોઈ પણ પદાર્થના ભાર સહન કરવાની ક્ષમતાને માપી શકાય છે. એટલે કે તે પદાર્થમાં કેટલું વજન ઉપાડવાની ક્ષમતા તે જાણી શકાય છે. સુશાંતનું વજન અંદાજે 80 કિલો હતું. સુશાંતના મોબાઈલ ફોનની ફોરેન્સિક રિપોર્ટ આવવાની બાકી છે. જોકે એફએસએલ રિપોર્ટ આવવામાં 8-10 દિવસ લાગે છે. આ સંવેદનશીલ વિષય હોવાને કારણે એક્સપર્ટ તપાસમાં કોઈ ખામી ના રહી જાય તે અંગે ઘણા એલર્ટ છે.

6 જુલાઈએ આવશે દિલ બેચારાનું ટ્રેલર
સુશાંતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થશે. જે અગાઉ 6 જુલાઈએ તેનું ટ્રેલર રીલિઝ થશે. ફિલ્મનું ડિરેક્શન મુકેશ છાબડાએ કર્યું છે. સંજના સાંઘી આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે.

You cannot copy content of this page