Only Gujarat

Bollywood

ફોટોમાં દેખાતી આ નાની બાળકીએ બોલિવૂડમાં મેળવી છે સૌથી મોટી સફળતા

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રસ રવીના ટંડન સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય રહે છે. રવીના સોશિયલ મીડિયામાં સામાજિક અમે રાજકીય મુદ્દા પર તેમની પ્રતિક્રિયા આપવા ઉપરાંત તેમની જિંદગી વિશે ખુલાસા આપવાને લીધે ખૂબ જ ચર્ચામાં રહે છે. રવીના ટંડને સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ માટે એક ખાસ ફોટો શેર કર્યો છે. જેને લીધે તે ખૂબ જ ચર્ચામાં છે.

રવીના ટંડને ઇન્સ્ટાગ્રામ પર તેમના બાળપણનો થ્રોબેક ફોટો શેર કર્યો છે. રવીના ટંડનનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે. રવીના ટંડનનો આ ફોટો તેમના જન્મદિવસનો છે. આ ફોટોમાં રવીના કેક સામે બેઠેલી જેવા મળી રહી છે. સાથે જ ફોટોમાં તેમની મા અને સગા પણ જોવા મળી રહ્યા છે. આ ફોટોને શેર કરી રવીનાએ મસ્ત કેપ્શન પણ લખ્યું છે.

રવીના ટંડને ફોટોના કેપ્શનમાં લખ્યું કે, ‘ત્યારે અને આજે. જ્યારે જન્મદિવસની પાર્ટીમાં ખૂબ સાધારણ હતી, પાર્સલ, ચટની સેન્ડવિચ અને વેફર્સ સાથે રમતી વખતે. મારા ફઈની સાથે કેક કાપવાની તૈયારી કરતી વખતે. મારી મા ડાબી બાજુ ઊભી છે અને દાદી અને મારા માસી. આ ફોટોમાં રવીના ટંડને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે.

સોશિયલ મીડિયા પર રવીના ટંડનનો બાળપણનો આ ફોટો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તેમના ફેન્સ અને સોશિયલ મીડિયા યૂઝર્સ ફોટોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાથે જ કૉમેન્ટ દ્વારા તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડાં સમય પહેલાં જ રવીના ટંડન તેમના ઘરમાં જ એડવર્ટાઇઝમેન્ટનું શૂટિંગ કરવાને લીધે ચર્ચામાં હતી. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાને લીધે રવીનાએ તેમના એડવર્ટાઇઝમેન્ટનું શૂટિંગ તેમના ઘરે કર્યું હતું.

રવીના ટંડને તેમના ઘરે શૂટિંગ કર્યું તેની માહિતી સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી આપી હતી. રવીનાએ એમ પણ જણાવ્યું હતું કે, આ શૂટિંગ ઓછામાં ઓછાં ક્રૂ મેમ્બર સાથે કરવામાં આવ્યું અને તે દરમિયાન સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધી દરેક સૂચનનું પાલન પણ કરવામાં આવ્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page