Only Gujarat

Bollywood

દીકરીના લગ્નમાં ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં હતાં બિગ બી, જુઓ 23 વર્ષ જૂની તસવીરો

મુંબઇઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચની દીકરી શ્વેતા બચ્ચન નંદાનો જન્મદિવસ 17 માર્ચના રોજ છે. પિતા સુપરસ્ટાર હોવા છતાં શ્વેતા બોલિવૂડની એવી સ્ટાર કીડ છે જેણે ફિલ્મોમાં કરિયર બનાવ્યું નહીં. તેમ છતાં શ્વેતા બચ્ચન ચર્ચામાં રહેછે. સોશિયલ મીડિયા પર ખૂબ સક્રીય રહે છે. શ્વેતા બચ્ચન નંદાએ વર્ષ 1997માં બિઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા. એવામાં આજે અમે તમને શ્વેતા બચ્ચનના જન્મદિવસના અવસર પર તેના લગ્નની કેટલીક તસવીરો બતાવીએ છીએ.

શ્વેતા બચ્ચનનો જન્મ 17 માર્ચ 1974માં થયો હતો. આ તસવીરમાં શ્વેતા બચ્ચન નંદા દુલ્હનના જોડામાં જોવા મળી રહી છે. શ્વેતાએ લાલ રંગનો લહેંઘો પહેર્યો છે. જ્યારે માંગમાં સિંદૂર જોવા મળી રહ્યું છે. તસવીરમાં શ્વેતા પતિ નિખિલ નંદા અને બીજી તરફ પિતા અમિતાભ બચ્ચન વચ્ચે જોવા મળી રહી છે.

આ તસવીરમાં શ્વેતાએ સાડી પહેરી છે. તે પતિ નિખિલ, માતા જયા બચ્ચન અને અમિતાભ સાથે જોવા મળી રહી છે. તસવીર જોઇને લાગે છે કે આ શ્વેતા અને નિખિલના રિસેપ્શનની છે.

આ તસવીરમાં શ્વેતા પિતા સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. શ્વેતાને  બે બાળકો છે. દીકરીનું નામ નવ્યા નવેલી અને દીકરાનું નામ અગસ્ત્ય છે.

આ તસવીરમાં શ્વેતાએ સાડી પહેરી છે. તે પતિ નિખિલ, માતા જયા બચ્ચન અને અમિતાભ સાથે જોવા મળી રહી છે. તસવીર જોઇને લાગે છે કે આ શ્વેતા અને નિખિલના રિસેપ્શનની છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page